દરોડા/ કોરોના કાળમાં પાલનપુરની હોસ્પિ.માં આરોગ્ય વિભાગનો સપાટો, બે સોનોગ્રાફી મશીન કરાયા સીલ

કોરોના કાળ વચ્ચે આરોગ્ય વિભાગે પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં રેડ કરી છે અને કાયદાની જોગવાઈઓ મામલે તપાસ હાથ ધરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે. બંને હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનની રૂબરૂ તપાસ કરતાં ક્ષતિ જણાઈ આવી હતી.

Gujarat Others
a 47 કોરોના કાળમાં પાલનપુરની હોસ્પિ.માં આરોગ્ય વિભાગનો સપાટો, બે સોનોગ્રાફી મશીન કરાયા સીલ

@ભરત સુંદેશા,મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા 

કોરોના કાળ વચ્ચે આરોગ્ય વિભાગે પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં રેડ કરી છે અને કાયદાની જોગવાઈઓ મામલે તપાસ હાથ ધરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે. બંને હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનની રૂબરૂ તપાસ કરતાં ક્ષતિ જણાઈ આવી હતી. આથી હોસ્પિટલમાં જ બંને તબીબના સોનોગ્રાફી મશીન સીલ કરી આરોગ્ય અધિકારી મનિષ ફ્રેંસીએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરની બે હોસ્પિટલના મશીનો સીલ થતાં ખાનગી આરોગ્ય આલમમાં ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગે આકસ્મિક રેડ કરી હતી. મોડી સાંજે ગઠામણ દરવાજા નજીક પૃથ્વી હોસ્પિટલ અને ઢુઢીયાવાડી સ્થિત ન્યુ મહેશ્વરી હોસ્પિટલમાં અચાનક તપાસ શરૂ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી સહિત નાએ સોનોગ્રાફી મશીન સહિત રેકર્ડ ચેક કરતાં મોટી વિગતો પકડાઇ હતી. ડો. પ્રકાશ દેસાઇ પૃથ્વી હોસ્પિટલ, ગઠામણ દરવાજા અને ડો. દર્શન કેલા, ન્યુ મહેશ્વરી હોસ્પિટલ, ઢુઢીયાવાડીને ત્યાં જોગવાઈઓનો ભંગ જોવા મળ્યો હતો. પીસીપીએનડીટી એક્ટ મુજબ ફોર્મ એફ અને રજીસ્ટર નિભાવણીનો અભાવ સામે આવ્યો હતો. આથી કાર્યવાહી કરી તપાસ ટીમે બંને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કર્યા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોના મહામારી વચ્ચે સોનોગ્રાફી મશીન લગત નિયમોની સચોટ અમલવારી તપાસવામાં આવી હતી જોકે આરોગ્ય તંત્ર કોરોનામા વ્યસ્ત હોવા છતાં રેડ કરતા અચાનક કરવામાં આવેલી તપાસથી તબીબ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય અધિકારીએ બંને હોસ્પિટલના તબીબોને નોટિસ ફટકારવાથી લઈને વધુ પગલાં ભરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે. આ માટે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યા બાદ નિર્ણય લેવાઇ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…