Birthday/ સોનૂ સૂદના જન્મદિવસ પર જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

સોનુ સૂદને દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ મળ્યું અને તેણે વર્ષ 1999 માં તેલુગુ ફિલ્મ ‘કલ્લાઝગાર’થી ફિલ્મની શરૂઆત કરી. આ પછી તેને બોલિવૂડ…

Trending Entertainment
સોનુ સૂદ

પ્રસિદ્ધ અભિનેતા અને કોરોના કાળમાં ગરીબોના મશિહા ગણાતા સોનૂ સૂદ મૂળ પંજાબના છે. સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973 ના રોજ પંજાબના મોગામાં થયો હતો. તેના પિતા કપડાની દુકાન ચલાવતા હતા. અભિનેતાએ નાગપુરથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી, સોનુ સૂદ 1996 માં મુંબઇ આવ્યો કારણ કે તેનું સ્વપ્ન એક્ટર બનવાનું હતું.

આ પણ વાંચો :અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ થિયેટરમાં થશે રિલીઝ, સામે આવી નવી રિલીઝ ડેટ

ફિલ્મી કરિયર બનાવતા પહેલા જ સોનુ સૂદે 1996 માં લગ્ન કરી લીધા હતા. વાસ્તવમાં સોનુ સૂદે તેની ગર્લફ્રેન્ડ સોનાલી સાથે તેના સંઘર્ષના દિવસોમાં લગ્ન કર્યા હતા. તેઓ કોલેજના દિવસોમાં નાગપુરમાં મળ્યા હતા. સોનુ સૂદને બે બાળકો પણ છે.

સોનુ સૂદ

સોનુ સૂદને દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ મળ્યું અને તેણે વર્ષ 1999 માં તેલુગુ ફિલ્મ ‘કલ્લાઝગાર’થી ફિલ્મની શરૂઆત કરી. આ પછી સોનુ સૂદને બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી અને આખરે વર્ષ 2001 માં બોલીવુડે તેમના માટે દરવાજો ખોલ્યો.

આ પણ વાંચો :ક્યારેક લગ્નમાં ગીત ગાતા હતા સોનુ નિગમ, લોકો બોલાવવા લાગ્યા બીજા મોહમ્મદ રફી

સોનુ સૂદે 2002 માં આવેલી ફિલ્મ શહીદ-એ-આઝમથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તે ભગતસિંહની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની શાનદાર અભિનયને કારણે સોનુ સૂદને એક કરતા વધારે ફિલ્મ મળી. સોનુ સૂદે દબંગ, સિમ્બા સહિત ઘણી મહાન ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

સોનુ સૂદ

પહેલી ફિલ્મ પછી સોનુ સૂદે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેણે ઘણી ભૂમિકાઓ ભજવી, પરંતુ તેણે બોલિવૂડમાં વિલન તરીકે જબરદસ્ત લોકપ્રિયતા મેળવી.

આ પણ વાંચો :શિલ્પાએ મીડિયા પર લગાવ્યો આરોપ, 31 જુલાઈએ રાજ કુંદ્રાના જામીન અંગે આવી શકે નિર્ણય

સોનુ સૂદ આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના કૌશલ્યથી તેના ચાહકોનું મનોરંજન કરે છે. તે તેના વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે ખૂબ જ સારું સંતુલન જાળવે છે.

સોનુ સૂદ

કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં લોકડાઉન લગાવવા માટે જેતે સરકારો મજબૂર બની હતી. ત્યારે ભારતમાં પણ મોદી સરકારે લોકડાઉન લગાવ્યું હતું. આવી સ્થિતિ વચ્ચે મુંબઈમાં વરસાત પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટે પગપાળા ચાલતા નીકળ્યા ત્યારે તેમના વ્હારે સોનૂ સૂદ આવ્યા હતા. અને લાખો લોકોને પોતાના વતન મોકલ્યા હતા. અત્યારે પણ સોનૂ પાસે જે પણ મદદનો હાથ લંબાવે છે તેમને ક્યારે નિરાશ કરતા નથી.

આ પણ વાંચો : આ છે મીરાબાઈ ચાનૂનો પસંદગીદાર અભિનેતા, ટ્વીટર પર ચાનૂને આ રીતે પાઠવ્યા અભિનંદન