Technology/ બહાર પણ ગરમીમાંથી રાહત આપશે Sonyનું Reon Pocket 2 એસી, જાણો શું છે કિંમત અને ખાસિયત

ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે ત્યારે એસીની ડિમાન્ડ પણ વધી જતી હોય છે. હવે ફક્ત ઘરમાં જ નહિ, બહાર પણ તમને ગરમીમાંથી રાહત આપશે  Sonyનું આ વિયરેબલ AC. ગરમીમાં રાહત મેળવવા માટે Sonyએ તમારું કામ સરળ બનાવી દીધું છે. ગયા વર્ષે લોન્ચ થયેલું Reon Pocket યાદ છે? તમને જણાવી દઈએ કે આ પહેલું વિયરેબલ […]

Tech & Auto
Untitled 298 બહાર પણ ગરમીમાંથી રાહત આપશે Sonyનું Reon Pocket 2 એસી, જાણો શું છે કિંમત અને ખાસિયત

ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે ત્યારે એસીની ડિમાન્ડ પણ વધી જતી હોય છે. હવે ફક્ત ઘરમાં જ નહિ, બહાર પણ તમને ગરમીમાંથી રાહત આપશે  Sonyનું આ વિયરેબલ AC.

ગરમીમાં રાહત મેળવવા માટે Sonyએ તમારું કામ સરળ બનાવી દીધું છે. ગયા વર્ષે લોન્ચ થયેલું Reon Pocket યાદ છે? તમને જણાવી દઈએ કે આ પહેલું વિયરેબલ એસી હતું. હવે Sonyએ નવું પાવરફુલ પોકેટ એસી Reon Pocket 2 લોન્ચ કરી દીધું છે. નવા વર્ઝનની ડિઝાઇન અને લૂક એક જેવો જ છે. પરંતુ નવું વર્ઝન વધારે સારું કૂલિંગ આપે છે. સૌથી ખાસ વાત એ છે કે તમે આને એક વોર્મર તરીકે પણ ઉપયોગ કરી શકો છો

આ એસીની કિંમતની વાત કરીએ તો Reon Pocket 2ની શરૂઆતની કિંમત રૂ. 10,300 છે. Sony દાવો કરે છે કે Reon Pocket 2 સ્માર્ટફોન દ્વારા ઓપરેટ થઈ, બોડીને ટચ થઈને બોડીની સપાટીને ઠંડી અને ગરમ કરે છે. આ સ્વેટ-પ્રૂફ અને ડ્રિપ-પ્રૂફ છે. Reon Pocket ‘સોની સ્ટાર્ટઅપ એક્સેલેરેશન પ્રોગ્રામ’ અંતર્ગત તૈયાર કરવામાં આવેલું ડિવાઇસ છે જે સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ ઓપરેશનને તૈયાર કરવા માટે સપોર્ટ કરે છે.