નિધન/ સાઉથ એક્ટર હરીશ પેંગનનું લાંબી માંદગી બાદ નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીન માહોલ

સાઉથ ફિલ્મોના અભિનેતા હરીશ પેંગન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને તેમનું નિધન થયું છે. હરીશ પેંગન 49 વર્ષના હતા અને અન્ય સમસ્યાઓ ઉપરાંત લીવરની બિમારીઓથી પીડિત હતા. હરીશ પેંગનના નિધનથી ચાહકો અને સાઉથ ફિલ્મ સ્ટાર્સ આઘાતમાં છે.

Entertainment
હરીશ પેંગન

સાઉથથી લઈને બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકના વાદળો છવાઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક અનેક સેલેબ્સના મોતથી દરેક આઘાતમાં છે. હવે મલયાલમ ફિલ્મ અભિનેતા હરીશ પેંગન(Harish pengan)નું પણ  મૃત્યુ થયું છે જેનાથી તેમના ફેન્સને વધુ આઘાત લાગ્યો છે. હરીશ પેંગનનું 30 મેના રોજ નિધન થયું હતું. તેઓ 49 વર્ષના હતા. હરીશ પેંગન લાંબી બીમારમાંથી પસાર થઇ રહ્યા હતા. લીવરની સમસ્યા ઉપરાંત તેમને કેટલીક બીજી વધુ ગંભીર સમસ્યાઓ હતી, જેના માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર  હરીશ પેંગનને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ મેની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પર કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેના પછી જાણવા મળ્યું હતું કે હરીશ પેંગનની હાલત ગંભીર છે. ડૉક્ટરોએ કહ્યું કે હરીશ પેંગનનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. અભિનેતાની બહેન તેમને લીવર દાન કરવા તૈયાર હતી.

 

View this post on Instagram

 

A post shared by Tovino⚡️Thomas (@tovinothomas)

લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે હતી  30 લાખ રૂપિયાની જરૂર

લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે 30 લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે હરીશ પેંગનની બહેન અને તેના મિત્રોએ ફંડ એકઠું કરવાનું શરૂ કર્યું. પરંતુ હરીશ પેંગનની હાલત વધારે  ખરાબ થઇ રહી હતી. ત્યારબાદ 30 મેના રોજ બપોરે 3.25 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હરીશ પેંગનના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ચાહકોથી લઈને સેલેબ્સે અભિનેતાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતા ટોવિનો થોમસે ઇન્સ્ટાગ્રામ પર હરીશ પેંગનની તસવીર શેર કરી અને લખ્યું, ‘રેસ્ટ ઇન પીસ ચેટ્ટા.’

આ ફિલ્મોમાં હરીશ પેંગન કર્યું છે કામ

હરીશ પેંગન ‘મહેશિંતે પ્રથિકારમ’, ‘હની બી 2.5’, ‘જાનેમન’, ‘જયા જયા જયા હે’, ‘મિન્નલ મુરલી’ અને ‘મિનલ મુરલી’ જેવી ફિલ્મો કરી હતી. હરીશ પેંગનનો કોચીની એક ખાનગી હોસ્પિટલમાં ઈલાજ થઇ રહ્યો હતો.  થોડા દિવસો પહેલા, તેના મિત્રોએ અભિનેતાની મદદ માટે વિનંતી કરી હતી.

આ પણ વાંચો :અવસાન/‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના જજ અનુપમ મિત્તલના પિતાનું નિધન

આ પણ વાંચો :અવસાન/‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના જજ અનુપમ મિત્તલના પિતાનું નિધન

આ પણ વાંચો : Stevenson-dead/થોર અભિનેતા નું અવસાન, 2 દિવસ પછી હતો જન્મદિવસ, RRRના દિગ્દર્શકે કર્યો શોક વ્યક્ત

આ પણ વાંચો : બંગાળી સેલિબ્રિટીનું અવસાન/બંગાળી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર, 29 વર્ષની પ્રખ્યાત બંગાળી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મોત