Worldcup/ સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને એકતરફી મેચમાં 149 રનથી હરાવ્યું,સેમીફાઇનલની દાવેદારી કરી મજબૂત

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 382 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 233 રન બનાવી શકી અને 149 રનથી મેચ હારી ગઈ.

Top Stories Sports
5 21 સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને એકતરફી મેચમાં 149 રનથી હરાવ્યું,સેમીફાઇનલની દાવેદારી કરી મજબૂત

ODI વર્લ્ડ કપ 2023ની 23મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને હરાવ્યું છે. આ જીત સાથે આફ્રિકન ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે અને સેમીફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કરી લીધો છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 382 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર 233 રન બનાવી શકી અને 149 રનથી મેચ હારી ગઈ.

દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 383 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશની ટીમ સાત વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી છે. મહમુદુલ્લાહ અને મુસ્તાફિઝુર રહેમાન ક્રિઝ પર છે. મહમુદુલ્લાહે સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા માટે ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 140 બોલમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 174 રનની ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસને 49 બોલમાં 90 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.