South korea/ રોબોટે એક વ્યક્તિનો લીધો જીવ, માણસ અને બોક્સમાં ભેદ કરી શક્યો નહીં

દક્ષિણ કોરિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ફેક્ટરીમાં એક રોબોટે એક માણસને કચડી નાખ્યો હતો.

Top Stories World
YouTube Thumbnail 2023 11 09T083454.029 રોબોટે એક વ્યક્તિનો લીધો જીવ, માણસ અને બોક્સમાં ભેદ કરી શક્યો નહીં

દક્ષિણ કોરિયાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ફેક્ટરીમાં એક રોબોટે એક માણસને કચડી નાખ્યો હતો. રોબોટ માણસ અને શાકભાજીના ડબ્બા વચ્ચે ભેદ કરી શક્યો નહીં. આ ઘટના દક્ષિણ ગ્યોંગસાંગમાં બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, 40 વર્ષીય રોબોટિક્સ કંપનીનો કર્મચારી એક કૃષિ ઉત્પાદન કેન્દ્રમાં મશીનના સેન્સર ચેક કરી રહ્યો હતો. રોબોટિક મશીન મરચાંના ડબ્બા ઉપાડી રહ્યું હતું ત્યારે તેમણે કર્મચારીને તેના હાથથી પકડી લીધો અને તેને કન્વેયર બેલ્ટ પર ધકેલી દીધો. જેના કારણે તેનો ચહેરો અને છાતી કચડાઈ ગઈ હતી. ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

સેફ્ટી મેનેજર વિરૂદ્ધ તપાસ શરૂ

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રોબોટમાં ખામી સર્જાઈ હતી અને તેમણે વ્યક્તિની ઓળખ બોક્સ તરીકે કરી હતી. પોલીસ હવે સાઈટના સેફ્ટી મેનેજર સામે બેદરકારી બદલ તપાસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

બે દિવસ પહેલા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું

પ્લાન્ટની માલિકી ધરાવતા ડોંગગોસોંગ એક્સપોર્ટ એગ્રીકલ્ચર કોમ્પ્લેક્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે પરીક્ષણ 8 નવેમ્બરે થવાનું હતું. પરંતુ રોબોટના સેન્સરમાં ખામીને કારણે તેને બે દિવસ પહેલા 6 નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

અગાઉ પણ બે અકસ્માતો થયા હતા

રોબોટમાં ફસાઈ જતાં ઈજાઓ થઈઃ કૃષિ પ્લાન્ટમાં કોઈ બુદ્ધિશાળી મશીન દ્વારા માનવને નુકસાન થયું હોય તેવી ઘટના પહેલીવાર નથી. માર્ચમાં ઓટોમોબાઈલ પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતી વખતે રોબોટમાં ફસાઈ જવાથી 50 વર્ષીય દક્ષિણ કોરિયન માણસને ગંભીર ઈજાઓ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 રોબોટે એક વ્યક્તિનો લીધો જીવ, માણસ અને બોક્સમાં ભેદ કરી શક્યો નહીં


આ પણ વાંચો: Jammu Kashmir/ શોપિયામાં સેના અને TRF આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

આ પણ વાંચો: Kuber Dev/ ધનવાન બનવાના સપના જોતા લોકો જાણી લો ‘કુબેર’ દેવનું આ રહસ્ય!

આ પણ વાંચો: આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને અગિયારસ પર થશે લાભ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય