નવસારી/ લો બોલો! જે યુવાનની હત્યાના આરોપમાં બે શખ્સ જેલમાં હતા તે જીવતો નીકળ્યો

પાંચ વર્ષ પહેલા નવસારીના વેસ્મા વિસ્તારમાં એક બિનવારસી લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ કરવામાં આવતા વ્યક્તિની ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

Gujarat Others
હત્યા

ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે, વ્યક્તિના મૃત્યુ પછી પણ તે અમુક વર્ષો બાદ ઘરે પરત આવે છે. ત્યારે આવી જ ઘટના નવસારીમાં સામે આવી છે. પાંચ વર્ષ પહેલા નવસારીના વેસ્મા વિસ્તારમાં એક બિનવારસી લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ કરવામાં આવતા વ્યક્તિની ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ લાશ મળી એ જ વખતે વેસ્મામાં એક બીજી ઘટના બની.

પાંચ વર્ષ પહેલા નાગુલાલ નામનો વ્યક્તિ ખોરાકની શોધમાં કે પછી અન્ય કોઇ કારણોસર તેના વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઘુસી ગયો હતો. ત્યારબાદ આ જ વિસ્તારમાંથી એક વ્યક્તિની બિનવારસી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી લોકોએ આ ઘટનાને નાગુલાલની હત્યા થઈ તે રીતે જોડી દીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે બિનવારસી મળેલી લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ કરાવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે ગળું દબાવીને આ વ્યક્તિની હત્યા થઈ છે.

તો બીજી તરફ નાગુલાલ ઘરમાં ઘૂસી ગયો હોવાની અદાવત રાખીને મદન અને સુરેશ નામના બંને ઈસમોએ નાગુલાલની હત્યા કરી હોવાનું ચર્ચાતા પોલીસે મદન અને સુરેશની ધરપકડ કરી લીધી હતી. જોકે પોલીસને એવી શંકા હતી કે, મદન અને સુરેશ એક બાળકની મદદથી નાગુલાલનું ગળું દબાવી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ આ હત્યાને આપઘાતનો પ્રયાસ બતાવવા માટે એક કપડામાં લપેટીને લાશને સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો.

તો બીજી તરફ બિનવારસી લાશ લનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારે ના લગુલાલના ભાઈ લાશને મધ્યપ્રદેશ લઈ ગયા હતા. ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા પરંતુ નાગુલાલના મોતના સમાચાર એક સગાને મળતા તેમને પરિવારના સભ્યોને એવી માહિતી આપી હતી કે, નાગુલાલનું મોત થયું નથી પરંતુ તે ઘણા સમયથી તેમના ઘરે રહે છે.

નાગુલાલ જીવતો હોવાની જાણ પરિવારના સભ્યોને થતા તેમને નાગુલાલને મધ્યપ્રદેશમાં બોલાવવામાં આવ્યો હતો અને મધ્યપ્રદેશ પરિવારના સભ્યો પાસે રહીને નાગુલાલ નવસારીમાં પરત ફર્યો હતો. નવસારીમાં લોકો નાગુલાલને જીવતો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તો બીજી તરફ પોલીસની કામગીરીને લઇને પણ સવાલો ઊભા થયા હતા.

પોલીસે પોતાની ખામી સુધારવાને બદલે નાગુલાલ જીવતો પાછો ફર્યો હોવા છતાં દાખલ કરેલી ચાર્જશીટમાં તેની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં અધિક સત્ર કોર્ટના ન્યાયાધીશ સારંગા વ્યાસે બન્ને આરોપી મદન અને સુરેશને દોષમુક્ત જાહેર કર્યા તથા બન્નેને 50-50 હજારનું વળતર ચૂકવવા તપાસ અધિકારી પ્રદીપસિંહ ગોહિલને આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ખોટી રીતે આરોપીઓને જામીનમુક્તિ સુધી જેલમાં રહેવું પડ્યું હોવાથી ભારે યાતનાઓ સહન કરવી પડી હતી. પોલીસે 1 મહિનામાં બન્ને આરોપીઓને વળતર ચૂકવવું પડશે.

અહીં કોર્ટે એ વાતની સ્પષ્ટ નોંધ લીધી હતી કે હત્યા કરાયેલો શખ્સ જ્યારે જીવિત પોલીસ સમક્ષ પુરાવા સહિત રૂબરૂ હાજર થયો હતો. ત્યારે પોલીસ કોર્ટ સમક્ષ તપાસમાં થયેલી ભૂલનો સ્વીકાર કરીને કેસ કાઢી નાંખવા માટે સી-સમરી દાખલ કરી શકી હોત. પરંતુ તપાસ અધિકારીએ કોર્ટ સમક્ષ સાચી હકીકત જાણવા છતાં છુપાવી હતી. અને જેની હત્યા જ થઈ નથી તેના કેસમાં નિર્દોષ લોકોને સજા અપાવવા માટે કેસ ચાલુ રાખવા ન્યાયાધીશે દંડ તરીકે રૂ.50-50 હજાર ભોગ બનનારને વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે. જે સમગ્ર પોલીસ બેડા માટે કલંકરૂપ ઘટના છે.

આ કેસમાં મહત્ત્વની વાત એ પણ હતી કે એક અજાણી વ્યક્તિની લાશ મળી અને તેની હત્યા થયાનું પણ પી.એમ.માં ખુલ્યું હતું. આ લાશ નાગુલાલની હોવાની પોલીસની થિયરી બાદમાં ખોટી નીકળી હતી. એટલે મરનાર શખ્સ કોણ હતો અને તેની હત્યા કોણે કરી એ રહસ્ય હજુ અકબંધ છે.

આ પણ વાંચો :વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે, જાણો શું હશે તેમનો આગામી કાર્યક્રમ?

આ પણ વાંચો :અદાણી જૂથને ખાનગી યુનિવર્સિટીની સ્થાપના માટે મળી મંજૂરી : ટ્રસ્ટી ડૉ. પ્રીતિ

આ પણ વાંચો :આદિવાસીઓનું આંદોલન રંગ લાવ્યું: SOUના નાયબ કલેકટર નિલેશ દુબે આખરે સસ્પેન્ડ

આ પણ વાંચો :અંબાજીમાં દર્શનાર્થીઓ માટે ગબ્બર દર્શન રહેશે બંધ,જાણો વિગત