Election/ અસદુદ્દીન ઓવૈસી સાથે મંતવ્ય ન્યૂઝે કરી ખાસ વાતચીત

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને AIMIM અને BTP વચ્ચે ગઠબંધન થયુ છે. ત્યારે AIMIM પક્ષના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી પ્રચાર માટે ભરૂચ પહોચ્યાં છે. અસદુદ્દીન ઓવૈસી ભરૂચમાં જનસભાને સંબોધન કરશે.

Gujarat Others
a 76 અસદુદ્દીન ઓવૈસી સાથે મંતવ્ય ન્યૂઝે કરી ખાસ વાતચીત

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને AIMIM અને BTP વચ્ચે ગઠબંધન થયુ છે. ત્યારે AIMIM પક્ષના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી પ્રચાર માટે ભરૂચ પહોચ્યાં છે. અસદુદ્દીન ઓવૈસી ભરૂચમાં જનસભાને સંબોધન કરશે.ઓવૈસીની જનસભામાં છોટુ વસાવા પણ હાજર રહેશે. ચુંટણીને લઇને અસદુદ્દીન ઓવૈસી સાથે મંતવ્ય ન્યૂઝે ખાસ વાતચીત કરી છે.

જાણો મંતવ્ય ન્યૂઝની  ખાસ વાતચીતમાં શું કહ્યું અસદુદ્દીન ઓવૈસી

આપને જણાવી દઈએ કે, અસદુદ્દીન ઓવૈસી  શનિવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે તેમના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તેમના સમર્થકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા અને ફૂલહારથી સ્વાગત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

એરપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે, તે ભરૂચ જશે અને BTP સાથે જનસભા કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પણ તેમની સામાન્ય સભા છે. જેથી તેમને આશા છે કે, ગુજરાતની જનતા તેમને આશીર્વાદ આપશે અને પ્રેમ તથા દુઆઓથી નવાજશે.

નોંધનીય છે કે ઓવેસીની AIMIM પાર્ટી ગુજરાતમાં અમદાવાદ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય સબીર કાબલીવાલાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ઓવેસીની મુલાકાત પહેલા ઓરણગાબાદના સાંસદ – ઈમ્તિયાઝ જલીલ અને રાષ્ટ્રીય પ્રવક્તા – વારીશ પઠાણે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ