Not Set/ પંખી અને પ્રાણીને ગરમીથી બચાવવા ઝૂ તંત્રની વિશેષ કામગીરી

પાંજરામાં પાણીના નાના હોજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોજમાં બેસીને પ્રાણીઓ ઠંડક મેળવી શકે છે.

Ahmedabad Gujarat
flage 12 પંખી અને પ્રાણીને ગરમીથી બચાવવા ઝૂ તંત્રની વિશેષ કામગીરી

@રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

ઉનાળામાં તાપમાનનો પારો ઉંચો જઇ રહ્યો છે, માનવી તો માનવી પશુ પક્ષીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અમદાવાદમા આવેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમા પશુ-પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે ખાસ પ્રકારનુ આયોજન કરાયુ છે.

કાંકરિયા ઝૂમાં ગરમીને લઈને વિશેષ વ્યવસ્થા

આકાશમાંથી વરસતી અગન જ્વાળાઓ માનવીને અકળાવી રહી છે. લોકો ગરમીથી બચવાના જાત-જાતના પ્રયાસ કરતા હોય છે, તો પશુ-પંખીઓને પણ ઉનાળાની કાળઝાળ ગરમી અકળાવતી હોય છે.  ત્યારે આગ ઓકતી ગરમીથી પશુ પક્ષીઓને રાહત મળે તે માટે અમદાવાદના કમલા નહેરુ પ્રાણી સંગ્રાહાલયમા ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. જે પ્રમાણે  પાંજરાની અંદર-બહાર  સવાર-સાંજ પાણીનો છંટકાવ કરવામાં આવે છે.  તો પાંજરામાં પાણીના નાના હોજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોજમાં બેસીને પ્રાણીઓ ઠંડક મેળવી શકે છે. આ ઉપરાંત પાંજરામાં તાપ ઘટાડવા ગ્રીન નેટ બાંધવામાં આવી છે. જ્યારે પાંજરાની બહાર કુલર દ્વારા ઠંડક આપવાનો પ્રયાસ કરાયો છે.  તો પશુ-પ્રાણીઓને ડી-હાઇડ્રેશનથી બચાવવા દવાયુક્ત પાણી પણ આપવામાં આવે છે.

ગ્રીન નેટ દ્વારા પાંજરામાં તાપ ઘટાડાવનો પ્રયાસ

પાંજરાની બહાર કુલર દ્વારા ઠંડક

પશુ-પ્રાણીઓને ડી-હાઇડ્રેશનથી બચાવવા દવાયુક્ત પાણી

ભીષણ ગરમીથી ભલા ભલા વ્યક્તિઓ ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.  તો ઉનાળાની ગરમીના કારણે માનવીના ખોરાક પર અસર થાય છે તેમ પશુ-પક્ષીના ખોરાક પર પણ અસર થાય છે.તેઓનો ખોરાક ઘટી જવાની સાથે તેમને કેટલીક તકલીફોનો પણ સામનો કરવો પડતો હોય છે.

આમ અમદાવાદના કાકંરિયા ઝુમા તંત્રએ કરેલી વ્યવસ્થાને પગલે  પ્રાણી અને પંખીઓને  ગરમીથી રાહત આપવાના તમામ પ્રયાસ કરાયા છે.