Birthday/ પૂજા હેગડેના જન્મદિવસે રિલીઝ થયું ‘રાધેશ્યામ’ નું ખાસ પોસ્ટર, તમે પણ જુઓ

ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મની ટીમે આજે અભિનેત્રીને તેના જન્મદિવસ પર પ્રેરણા ઉર્ફે પૂજને શુભેચ્છા પાઠવતું એક સુંદર પોસ્ટર.

Entertainment
પૂજા હેગડે

રાધેશ્યામ વર્ષ 2022 માં આવનારી મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મની ટીમે આજે અભિનેત્રીને તેના જન્મદિવસ પર પ્રેરણા ઉર્ફે પૂજને શુભેચ્છા પાઠવતું એક સુંદર સોલો પોસ્ટર બહાર પાડ્યું. આજે રિલીઝ થયેલા આ નવા પોસ્ટરમાં પૂજા હેગડેએ દર્શકોને પ્રભાવિત કર્યા છે. અભિનેત્રી સુંદર સફેદ ગાઉન અને ખુલ્લા વાળમાં જોઈ શકાય છે. પોસ્ટરમાં ‘હેપ્પી બર્થ ડે પ્રેરણા’ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો :NCB દ્વારા ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીને સમન્સ, ડ્રગ્સ કેસમાં થશે મહત્વના ખુલાસા!

ફિલ્મ ‘રાધેશ્યામ’ની જાહેરાત બાદથી ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. ઘણા લુક, ફિલ્મમાંથી પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે જેના પર ચાહકોએ હંમેશા ફિલ્મ માટે તેમનો પ્રેમ દર્શાવ્યો છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રાધેશ્યામ ફિલ્મને આખા દેશમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ એક સાથે અનેક ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. પ્રભાસની પેન ઇન્ડિયા ફેન ફોલોઈંગને જોતા હિન્દીમાં પણ આ ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાધા કૃષ્ણ કુમાર કરી રહ્યા છે કે જેમણે આ અગાઉ ઘણી યાદગાર ફિલ્મો આપી છે. ફિલ્મમાં પ્રભાસ-પૂજા ઉપરાંત સચિન ખેડકર, પ્રિયદર્શી, ભાગ્યશ્રી, મુરલી શર્મા પણ મહત્વની ભૂમિકા ભજવનાર છે.

આ પણ વાંચો :આયર્ન ખાનના સપોર્ટમાં આવ્યા શત્રુઘ્ન સિન્હા, કહ્યું -‘તે શાહરૂખનો દિકરો છે એટલે…’

વર્કફ્રંટની વાત કરીએ તો, પૂજા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “રાધેશ્યામ”ને લઇને ચર્ચામાં બનેલી છે. તેનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. આ ફિલ્મ 14 જાન્યુુઆરી 2022ના રોજ રીલિઝ થવાની છે. જણાવી દઇએ કે, રાધે શ્યામ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. તેમાં વિક્રમાદિત્ય અને પ્રેરણાની કહાનીને ફિલ્માવવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ વિક્રમાદિત્ય અને પૂજા પ્રેરણાના રોલમાં જોવા મળશે.

તેની પાસે એક તેલુગુ ફિલ્મ છે, જેમાં તે ચિરંજીવી સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત તે જલ્દી જ ફિલ્મ “આચાર્યા”માં જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે બોલિવુડ પ્રોજેકટ્સ પણ છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મ “સર્કસ”માં રણવીર સિંહ સાથે જોવા મળશે. સલમાન ખાન સાથે “કભી ઇદ કભી દીવાલી”માં પણ તે તેની ખૂૂબસુરતીના જલવા વિખેરશે.

આ પણ વાંચો :તમિલ એક્ટર શ્રીકાંતનું નિધન, રજનીકાંતે આ રીતે વ્યક્ત કર્યું દુ:ખ

આ પણ વાંચો :પ્રિયંકાની કઝિન મીરા ચોપરાને ઈન્ટિરિયર ડિઝાઈનરે ઘરમાંથી કાઢી મૂકી, નોંધાઈ FIR

આ પણ વાંચો :આ સુપરસ્ટાર વિરાટ કોહલીનું પાત્ર ભજવવા માંગે છે, કહ્યું…