ક્રુઝ ડ્રગ્સ કેસ / આયર્ન ખાનના સપોર્ટમાં આવ્યા શત્રુઘ્ન સિન્હા, કહ્યું -‘તે શાહરૂખનો દિકરો છે એટલે…’

શત્રુઘ્ન સિન્હાએ આર્યન ખાનના કેસ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું – આપણે એવું ન કહી શકીએ કે તેમનો ધર્મ તેમને નડ્યો છે.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસના કારણે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ ઘણા લોકોએ શાહરૂખ ખાનને મુશ્કેલ સમયમાં સાથ આપ્યો છે. દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા પણ શાહરૂખના સમર્થનમાં બહાર આવ્યા છે. એક ખાનગી મધ્યમ સાથે વાતચીતમાં શત્રુઘ્ન સિન્હા એ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે કહ્યું – આપણે એવું ન કહી શકીએ કે તેમનો ધર્મ તેમને નડ્યો છે. પરંતુ કેટલાક લોકો આ વિષયને ઉપયોગ કરી રહ્યાં છે. જે બિલકુલ ખોટુ છે. જે કોઇ પણ છે ભારત માતાનો દિકરો છે અને સંવિધાન તરીકે એક સમાન છે. શાહરુખ ખાનના કારણે તેના દિકરાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કોઇ મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ પર કોઇ વાત નથી કરી રહ્યું.

આ પણ વાંચો :તમિલ એક્ટર શ્રીકાંતનું નિધન, રજનીકાંતે આ રીતે વ્યક્ત કર્યું દુ:ખ

આર્યન

જ્યારે દીપિકાને નિશાન બનાવવામાં આવી હતી ….

અભિનેતાએ આ મુદ્દે ઘણું બધું કહ્યું. શત્રુઘ્ન કહે છે- ‘છેલ્લી વખત જ્યારે આવું થયું ત્યારે ધ્યાન દીપિકા પાદુકોણ પર હતું, જ્યારે અન્ય નામો પણ હતા પરંતુ ધ્યાન દીપિકા પર હતું. આ વખતે તે આર્યન ખાન સાથે રમી રહ્યો છે કારણ કે તે શાહરુખ ખાનનો પુત્ર છે અને તેને અભિનેતા સાથે સમાધાન કરવાની તક મળી છે.

આર્યન ખાન

શત્રુઘ્ન સિંહા એ આ બાબતે અન્ય એક અહેવાલ અનુસાર ઉદ્યોગના લોકોના મૌન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે- ‘જો બોલીવુડમાંથી કોઈ વ્યક્તિ આ બાબતે કંઈક કહે અને તેના પરિણામો આવશે તો સરકાર કંઈક કરી શકશે. આવા કિસ્સાઓમાં, આપણા લોકોને નુકસાન થયું છે. ઘરની બહાર વિરોધ પ્રદર્શન થયા છે. એટલા માટે તેઓ કંઈપણ કહેવાનું ટાળે છે. જ્યારે તમે કાસ્ટિંગ કાઉચ અથવા ડ્રગ્સ વિશે વાત કરો છો, ત્યારે તમે તે ઇન્ડસ્ટ્રીના લોકોની સંખ્યા દ્વારા તેનો જજ કરે છે.

આર્યન ખાન

આ પણ વાંચો :પ્રિયંકાની કઝિન મીરા ચોપરાને ઈન્ટિરિયર ડિઝાઈનરે ઘરમાંથી કાઢી મૂકી, નોંધાઈ FIR

સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે મુંબઈના જાણીતા વકીલ સતીશ માનશિંદે આર્યન ખાનનો કેસ લડી રહ્યા હતા. હવે શાહરૂખ ખાને આર્યન કેસ માટે નવા વકીલની નિમણૂક કરી છે.

આર્યનના વકીલ સતીષ માનશિંદેએ 3 વાર જામીનની અરજી દાખલ કરી છે પણ સૌથી મોટો સવાલ તે છે કે શું આજે આર્યનને જામીન મળી શકશે ખરાં? જો NCB કહે કે હજુ તેમને તપાસ કરવી છે તો જજ શું નિર્ણય લેશે તે કોઇ કહી શકે નહી. દલીલ કર્યા બાદ જ કોઇ નિર્ણય સામે આવી શકશે.

આ પણ વાંચો :આ સુપરસ્ટાર વિરાટ કોહલીનું પાત્ર ભજવવા માંગે છે, કહ્યું…

આ પણ વાંચો :પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ મહિલાઓની સુરક્ષા મુદ્દે ઉઠાવ્યા સવાલ, કહ્યું –કાયદા બનાવનારા ડરી રહ્યા છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment