ડ્રગ્સ કેસ / NCB દ્વારા ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીને સમન્સ, ડ્રગ્સ કેસમાં થશે મહત્વના ખુલાસા!

બીજા રાઉન્ડમાંમાં ઇમ્તિયાઝ ખત્રી પાસેથી લેવામાં આવી હતી. આ સાથે NCB દ્વારા ઇમ્તિયાઝ ખત્રીની તમામ કંપનીઓના બેંક ખાતાની વિગતો પણ માંગવામાં..

બોલીવુડના નિર્માતા અને મુંબઈ સ્થિત બિલ્ડર ઈમ્તિયાઝ ખત્રીને NCB દ્વારા આવતીકાલે એટલે કે 14 ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઇમ્તિયાઝ ખત્રી પાસેથી NCB પૂછપરછનો આ ત્રીજો રાઉન્ડ હશે. આ પહેલા પણ તેની બે વખત પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચો :આયર્ન ખાનના સપોર્ટમાં આવ્યા શત્રુઘ્ન સિન્હા, કહ્યું -‘તે શાહરૂખનો દિકરો છે એટલે…’

પૂછપરછના બીજા રાઉન્ડમાં તેના અંગત બેંક ખાતાની વિગતો NCB દ્વારા ઇમ્તિયાઝ ખત્રી પાસેથી લેવામાં આવી હતી. આ સાથે NCB દ્વારા ઇમ્તિયાઝ ખત્રીની તમામ કંપનીઓના બેંક ખાતાની વિગતો પણ માંગવામાં આવી હતી. NCB દ્વારા ઇમ્તિયાઝ ખત્રીને બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ અને ખૂબ મોટા ફિલ્મ પ્રોડ્યુસર વિશે પૂછવામાં આવ્યું હતું. NCB એ એક મોટા પંજાબી ગાયક વિશે ઈમ્તિયાઝની પણ પૂછપરછ કરી હતી.

NCB એ પૂછ્યું કે તમે તેને ક્યારેય ડ્રગ લેતા જોયા છે? ઇમ્તિયાઝને સ્પષ્ટ કહ્યું કે હું જાણું છું પણ મને ખબર નથી કે ડ્રગ લે છે કે નહીં. ઈમ્તિયાઝ ખત્રીને મુંબઈના કેટલાક રાજકારણીઓ અને તેમના પુત્રો વિશે પૂછવામાં આવ્યું કે શું તેઓ ડ્રગ્સ સાથે કોઈ સંબંધ ધરાવે છે?

આ પણ વાંચો :તમિલ એક્ટર શ્રીકાંતનું નિધન, રજનીકાંતે આ રીતે વ્યક્ત કર્યું દુ:ખ

ઇમ્તિયાઝ ખત્રીએ બોલિવૂડ સ્ટાર્સ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ સાથે પરિચય અને કેટલાક રાજકારણીઓ સાથે પરિચયની કબૂલાત કરી છે. પરંતુ ડ્રગ કનેક્શનની વસ્તુઓ સહિત અન્ય માહિતી હોવાની સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવી છે. હવે સવાલ એ છે કે મોટા સ્ટાર્સ, નેતાઓ વિશે ઈમ્તિયાઝ ખત્રીને આટલા સવાલ કેમ કરવામાં આવી રહ્યો છે? સવાલ એ છે કે, NCB ઇમ્તિયાઝ ખત્રીના બેંક ખાતાની તપાસ કેમ કરી રહ્યું છે?

2 ઓક્ટોબરના રોજ, NCB મુંબઈમાં ક્રુઝ શિપ પર યોજાનારી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. આ પાર્ટીમાંથી ઘણાની ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પણ NCB એ ધરપકડ કરી હતી. આર્યન 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં છે. તે મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

આ પણ વાંચો :પ્રિયંકાની કઝિન મીરા ચોપરાને ઈન્ટિરિયર ડિઝાઈનરે ઘરમાંથી કાઢી મૂકી, નોંધાઈ FIR

આ પણ વાંચો : આ સુપરસ્ટાર વિરાટ કોહલીનું પાત્ર ભજવવા માંગે છે, કહ્યું…

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ મહિલાઓની સુરક્ષા મુદ્દે ઉઠાવ્યા સવાલ, કહ્યું –કાયદા બનાવનારા ડરી રહ્યા છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment