કોરોના વાયરસ/ બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા વિશેષ ટાસ્ટ ફોર્સ : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું કે દિલ્હી સરકારે બાળકોને કોવિડ -19 ની ત્રીજી લહેરથી બચાવવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરશે.

Top Stories India
A 230 બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા વિશેષ ટાસ્ટ ફોર્સ : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું કે દિલ્હી સરકારે બાળકોને કોવિડ -19 ની સંભવિત  ત્રીજી લહેરથી બચાવવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરશે. કેજરીવાલે કહ્યું કે અધિકારીઓ સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અગાઉ મંગળવારે દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે કોવિડ -19 ને કારણે જે બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે તેમને 25 વર્ષની વય સુધી દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે અને તેમને મફત શિક્ષણ આપવામાં આવશે.

 તેમણે આજે ટ્વિટર પર લખ્યું કે, “જો કોરોનાની ત્રીજી લહેર આવે છે, તો આપણે તેની સામે લડવા માટે અગાઉથી તૈયાર રહેવું પડશે. અધિકારીઓ સાથે આજે મળેલી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. બાળકોને ત્રીજી લહેરથી બચાવવા માટે, એક વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. પૂરતા બેડ, ઓક્સિજન અને આવશ્યક દવાઓનું સંચાલન પહેલા કરતા વધુ સારી રીતે કરવામાં આવશે. ”

આ પણ વાંચો :લીવ ઇન રીલેશનશીપને સ્વીકારી શકાય નહિ : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું હતું કે સિંગાપુરમાં આવેલું કોરોનાનું નવું સ્વરૂપ બાળકો માટે ખુબ ખતરનાક કહેવાઈ રહ્યું છે. ભારતમાં તે ત્રીજી લહેર તરીકે આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે સિંગાપુર સાથે હવાઈ સેવાઓ તત્કાળ પ્રભાવથી રદ કરવામાં આવે અને બાળકો માટે પણ રસીના વિકલ્પો પર  પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે.

આ અગાઉ કેજરીવાલના નિવેદન પર ભારતમાં સિંગાપુરના રાજદૂતે પોતાની ટ્વીટમાં લખ્યું કે એ વાતમાં કોઈ સચ્ચાઈ નથી કે સિંગાપુરમાં કોવિડનો નવો સ્ટ્રેન મળ્યો છે. સિંગાપુરમાં ફાઈલોજેનેટિક ટેસ્ટમાં મળેલો B.1.617.2 વેરિએન્ટ બાળકો સહિત કોરોનાના મોટાભાગના મામલાઓમાં પ્રબળ છે. રાજદૂતના અધિકૃત ટ્વિટર હેન્ડલથી કરાયેલા આ ટ્વીટ બાદ દિલ્હીના સીએમ હાલ ખામોશ છે.

આ પણ વાંચો :કોરોનાથી અનાથ થયેલા બાળકોની જવાબદારી લેશે રાજ્ય સરકાર : CM યોગી 

વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, કોવિડ -19 સામેની લડતમાં સિંગાપોર અને ભારત મજબૂત ભાગીદાર રહ્યા છે. અમે લોજિસ્ટિક્સ હબ અને ઓક્સિજન સપ્લાયર તરીકે સિંગાપોરની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ. અમને મદદ કરવા લશ્કરી વિમાન તૈનાત કરવાની તેમની ભાવના આપણા અભૂતપૂર્વ સંબંધો બતાવે છે. ” તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘કેટલાક લોકોના બેજવાબદાર નિવેદનોથી આપણી લાંબાગાળાની ભાગીદારીને નુકસાન થઈ શકે છે. તેથી, હું સ્પષ્ટ કરું છું કે દિલ્હીના મુખ્યમંત્રીનું નિવેદન આખા ભારતનું નિવેદન નથી. “

આ પણ વાંચો :દિલ્હીમાં 60 વાંદરાઓને કરાયા ક્વોરૅન્ટીન, એન્ટિજેન ટેસ્ટ પણ કરાયો

kalmukho str 15 બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા વિશેષ ટાસ્ટ ફોર્સ : અરવિંદ કેજરીવાલ