Not Set/ વચ્ચેથી તૂટી ગઇ એક્સપ્રેસ ટ્રેન, 1 KM આગળ જતો રહ્યો અડધો ભાગ, બાકીનો રહી ગયો પાછળ

આનંદ વિહારથી મુઝફ્ફરપુર જઇ રહેલી સપ્તક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ (02558) રાતે 10:45 વાગે લખનઉ આવે છે અને 10 મિનિટ રોકાયા બાદ મુઝફ્ફરપુર જતી રહે છે.

Top Stories India
ezgif.com gif maker 1 વચ્ચેથી તૂટી ગઇ એક્સપ્રેસ ટ્રેન, 1 KM આગળ જતો રહ્યો અડધો ભાગ, બાકીનો રહી ગયો પાછળ

લખનઉમાં એક એક્સપ્રેસ ટ્રેનના બે ભાગ થઇ ગયા અને તેનો એક હિસ્સો આગળ જતો રહ્યો અને એક પાછળ ઉભો રહી ગયો.  આ ઘટના બની સપ્તક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસની સાથે. કપલિંગ તૂટવાથી સપ્તક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ બે ભાગમાં તૂટી ગઇ.  ત્યારબાદ અડધી ટ્રેન અંદાજે 1 કિલોમીટર સુધી આગળ નીકળી ગઇ. ઘટનાની જાણકારી મળતા જ રેલવે કંટ્રોલ રૂમમાં સૂચના આપવામાં આવી. છેવટે ટ્રેનને જોડવામાં આવી. જો કે ડ્રાઇવરની સતર્કતાથી સંભવિત મોટુ જોખમ ટળી ગયું.

જાણકારી અનુસાર આનંદ વિહારથી મુઝફ્ફરપુર જઇ રહેલી સપ્તક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસ (02558) રાતે 10:45 વાગે લખનઉ આવે છે અને 10 મિનિટ રોકાયા બાદ મુઝફ્ફરપુર જતી રહે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાકોરી સ્ટેશને આવતા જ કોચને જોડતી કપલિંગ અચાનક ખુલી ગઇ. જેના કારણે અડધી ગાડી વચ્ચેથી અલગ થઇને આગળ નીકળી ગઇ. અડધી પાછળ રહી ગઇ.

ઘટનાની જાણકારી મળતા જ યાત્રીઓમાં ગભરાટ ફેલાઇ ગયો. ગાર્ડીની સૂચના પર અંદાજે 1 કિલોમીટર આગળ નીકળી ગયેલા ડ્રાઇવરે ટ્રેનને રોકવા માટે કન્ટ્રોલ રુમને સૂચના આપી. જો કે જોરદાર ઝટકા સાથે કપલિંગ ખુલવાથી યાત્રીઓને કોઇ નુકસાન ન થયું. સૂત્રોના અનુસાર ડ્રાઇવર અને ગાર્ડની સમયસૂચકતાથી એક મોટો અકસ્માત થતા રહી ગયો. ટ્રેન રોકાયા બાદ મોડી રાત સુધી કપલિંગ જોડવાનું કામ ચાલુ રહ્યું.