આર્થિક અનામત ચુકાદો/ SPGના પ્રમુખ લાલજી પટેલ ની EWS પર પ્રતિક્રિયા, આજે સમગ્ર સ્વર્ણ સમાજ માટે ખુશી નો દિવસ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી રહી છે

Top Stories Gujarat
11 6 SPGના પ્રમુખ લાલજી પટેલ ની EWS પર પ્રતિક્રિયા, આજે સમગ્ર સ્વર્ણ સમાજ માટે ખુશી નો દિવસ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર પોતાનો ચુકાદો આપી રહી છે. પાંચ ન્યાયાધીશોમાંથી ત્રણ ન્યાયાધીશોએ આર્થિક આધાર પર અનામતનું સમર્થન કર્યું છે. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. તેમણે વધુમાં કહ્યું કે 103મો સુધારો માન્ય છે.આ મામલે એસપીજીના નેતા લાલજી પટેલે  આર્થિક પછાત 10 ટકા અનામતના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે આજે સમગ્ર સ્વર્ણ સમાજ માટે ખુશી નો દિવસ છે.જે અમારી અનામત મામલે લડાઇ હતી તે સાચી હતી અને ખુબ ખુશ છે આ ચુકાદાથી. આ આંદોલનમાં જે શહીદ થયા છે તેમને આ  ચુકાદાથી એક શ્રદ્વાજંલિ છે.