Not Set/ સ્પાઇસજેટના મુસાફરો હવે હપ્તેથી ટિકિટ ભાડું હપ્તેથી ચૂકવી શકશે

સ્પાઈસ જેટની નવી સ્કીમ હેઠળ, મુસાફરો તેમની સગવડતા મુજબ હપ્તામાં ટિકિટના પૈસા ચૂકવી શકશે, પ્રારંભિક ઓફર હેઠળ, ગ્રાહકો કોઈપણ વ્યાજ વગર 3 મહિનાના EMIનો લાભ લઈ શકે છે.

Business
cctv 1 સ્પાઇસજેટના મુસાફરો હવે હપ્તેથી ટિકિટ ભાડું હપ્તેથી ચૂકવી શકશે

આજકાલ એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે લોકો ઝડપી વહન વ્યવહારનો ઉપયોગ કરવો વધુ પસંદ કરે છે અને ઝડપી વાહન વ્યવહાર એટલે પહેલું નામ હવાઈ યાત્રાનું આવે. પરંતુ કેટલીક વાર આ મુસાફરી દરેકના ખિસ્સાને પરવડતી  નથી. આવા સંજોગોમાં જો મુસાફરીનું ભાડું તમારે સરળ EMI પર ચૂકવવાનું હોય અને એ પણ વગર વ્યાજે તો કેવી મજા આવી જાય. જી હા.. આજે અમે આપને આવી જ હવાઈ યાત્રા વિષે જણાવી રહ્યા છે જે આપને વગર વ્યાજે સરળ હપ્તે હવાઈ યાત્રા પૂરી પાડે છે.

સ્પાઈસજેટે મુસાફરોની સુવિધા માટે સોમવારે નવી સ્કીમ લોન્ચ કરી છે. આ અંતર્ગત મુસાફરો ટિકિટની ચુકવણી હપ્તામાં કરી શકશે. એટલે કે ટિકિટ ત્રણ, છ કે 12 હપ્તામાં સરળતાથી ચૂકવી શકાય છે. આ સંદર્ભમાં, એરલાઈને એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “પ્રારંભિક ઓફર હેઠળ, ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વિના (વ્યાજ વગર) ત્રણ મહિનાના EMI વિકલ્પનો લાભ લઈ શકશે.”

યોજનાનો લાભ લેવા માટે આ મૂળભૂત વિગતો આપવાની રહેશે

આ સાથે, કંપનીએ કહ્યું કે EMI સ્કીમનો લાભ લેવા માટે, મુસાફરોએ પાન નંબર, આધાર નંબર અથવા VID જેવી મૂળભૂત વિગતો પ્રદાન કરવી પડશે અને તેને પાસવર્ડ સાથે વેરિફાય કરવું પડશે. ગ્રાહકોએ તેમના UPI ID પરથી પ્રથમ EMI ચૂકવવાની રહેશે અને ત્યારપછીની EMI એ જ UPI IDમાંથી કાપવામાં આવશે.

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપવાની જરૂર નથી

સ્પાઈસજેટે એમ પણ જણાવ્યું હતું કે EMI સ્કીમનો લાભ લેવા માટે મુસાફરોને કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપવાની જરૂર નથી. સ્પાઈસ જેટની આ નવી સ્કીમ એ મુસાફરોને ઘણો ફાયદો થશે જેમને ટિકિટ માટે એકસાથે પૈસા ચૂકવવા પડતા હતા. હવે આ નવી સ્કીમ દ્વારા આવા યાત્રીઓ તેમની સગવડતા મુજબ હપ્તામાં ટિકિટ માટે સરળતાથી ચૂકવણી કરી શકશે.

ગુજરાત / રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે નવી CCTV પોલિસી અમલી બનશે

Technology / વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આવે છે ગુડ મોર્નિંગ મેસેજ, તો સાવધાન

Technology / ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વોટ્સએપ વેબ ચાલી શકશે, આ રીતે કરો કનેક્ટ

ધાર્મિક / જો ઘરમાં ઉંદરો હોય તો ધનની સાથે બુદ્ધિનો પણ વિનાશ થઈ શકે છે !

ધર્મ વિશેષ / શું તમે જાણો છો કે શા માટે મંદિરમાં પ્રતિમાની આસપાસ પ્રદક્ષિણા ફરીએ છીએ?