Not Set/ ધોનીની ટીમમાં પસંદગી અંગે ઉભા થયેલા સવાલો પર ભડક્યો વિરાટ, જાણો શું કહ્યું?

તીરુવનંતપુરમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનો ૬ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ વિરુધ પ્રથમવાર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતવામાં સફળ રહી છે. પરંતુ મેચ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ કપ્તાન એમ. એસ. ધોની અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે ગુસ્સે થયો હતો. હકીકતમા મેચ બાદ પત્રકાર પરિષદમાં વિરાટ […]

Sports
download 17 ધોનીની ટીમમાં પસંદગી અંગે ઉભા થયેલા સવાલો પર ભડક્યો વિરાટ, જાણો શું કહ્યું?

તીરુવનંતપુરમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનો ૬ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ વિરુધ પ્રથમવાર ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ જીતવામાં સફળ રહી છે. પરંતુ મેચ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂર્વ કપ્તાન એમ. એસ. ધોની અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે ગુસ્સે થયો હતો.

virat pc77 110817121845 ધોનીની ટીમમાં પસંદગી અંગે ઉભા થયેલા સવાલો પર ભડક્યો વિરાટ, જાણો શું કહ્યું?

હકીકતમા મેચ બાદ પત્રકાર પરિષદમાં વિરાટ કોહલીને એક પત્રકારે એમ એસ ધોનીના હાલના ફોર્મ અને ટીમમાં પસંદગી અંગે સવાલ પૂછ્યો હતો. આ અંગે કેપ્ટન કોહલીએ જણાવ્યું, લોકો માત્ર ધોની પર જ કેમ આંગળી ઉઠાવે છે તે સમજાતું નથી. જો હું ત્રણ મૅચમાં રન બનાવી શકતો નથી, તો પછી મારા પર કોઈ આંગળી નહીં ઉઠાવે, કારણ કે હું 35 વર્ષનો નથી, તો તેમની માટે જ આ શા માટે ? રાજકોટમાં તે સમયે પરિસ્થિતિ એવી હતી કે જો હાર્દિક પંડ્યા પણ બેટિંગ માટે આવ્યા હોત તો પણ તે રન ન બનાવી શક્યા હોત. ત્યારે ધોની પર પ્રશ્ન કરવાનો કોઈને પણ અધિકાર નથી.

વિરાટે કહ્યું, “તે (ધોની) ફિટ છે અને તેણે તમામ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા છે. તે દરેક મેચમાં સંભવિત રીતે ટીમમાં યોગદાન આપે છે. તે વ્યૂહાત્મક હોય અથવા બેટિંગ દ્વારા હોય. શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી શ્રેણી જોવામાં આવે તો તેઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું”.