Not Set/ એક રાજ્ય-એક વોટના આદેશની થશે પુનર્વિચારણા, સુપ્રીમ કોર્ટ દ્વારા BCCIને આપવામાં આવી સહમતી

દિલ્લી, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા (BCCI)માં એક રાજ્ય-એક વોટના આદેશની પુનર્વિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સહમતી દર્શાવવામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વ વાડી ત્રણ જજોની બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું, “ઐતિહાસિક ભૂમિકા નિભાવવાળા રાજ્યના ક્રિકેટ એસોસીએશનો અને પૂર્વ મહાન ક્રિકેટરોની બાદબાકી કરવામાં આવશે નહિ”. Supreme Court agrees to […]

Sports
ynnnghghh 1 એક રાજ્ય-એક વોટના આદેશની થશે પુનર્વિચારણા, સુપ્રીમ કોર્ટ દ્વારા BCCIને આપવામાં આવી સહમતી

દિલ્લી,

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા (BCCI)માં એક રાજ્ય-એક વોટના આદેશની પુનર્વિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સહમતી દર્શાવવામાં આવી છે.

દેશની સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વ વાડી ત્રણ જજોની બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું, “ઐતિહાસિક ભૂમિકા નિભાવવાળા રાજ્યના ક્રિકેટ એસોસીએશનો અને પૂર્વ મહાન ક્રિકેટરોની બાદબાકી કરવામાં આવશે નહિ”.

કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, “BCCIનું બંધારણ નક્કી કરતા સમયે સિલેકશન કમિટીમાં ત્રણ સભ્યોના રહેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત આ પદ ટીમના સિલેકશન કમિટીના મેમ્બર કેટલી ટેસ્ટ મેચ રમ્યા છે એ માટે પણ કોઈ યોગ્યતા નક્કી કરાઈ ન હતી. જ્યાં સુધી BCCIનું બંધારણ નક્કી કરવામાં આવ્યું નથી ત્યાં સુધી કોઈ પણ રાજ્યના ક્રિકેટ એસોસિએશનની ચુંટણી મોફૂફ કરી શકતું નથી”.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી BCCIના અધિકારીઓ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA)ના તમામ મુદ્દાઓ અંગે વિવાદ ઉભા થયા છે.

વિનોદ રાય અને ડાયના ઈડુલ્જીના નેતૃત્વવાડી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA) દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં ૭મો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં બોર્ડના અધિકારીઓની પસંદગી માટે ચુંટણી યોજવા અંગે કહ્યું, BCCIના કાર્યકારી અધ્યક્ષ સી કે ખન્ના, કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને ટ્રેજર અનિરુધ્ધ ચૌધરીનો કાર્યકાળ સમાપ્ત કરવામાં આવી શકે.

BCCIના એક સ્ટેટ-એક વોટના આદેશની પુર્નવિચારણા બાદ વર્ષ 2016ના જજમેન્ટને બદલવામાં આવશે કે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના કે જે એક કરતા વધુ ક્રિકેટ એસોસિએશન ધરાવે છે, જેમાં તેઓ રોટેશનલ બેસિસ પર વોટ કરી શકશે.

મહત્વનું છે કે, આ પહેલા 18 જુલાઈ, ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત રીટાયર્ડ જજ આર એમ લોઢાની નેતૃત્વવાળી પેનલે એક સીમાચિહ્નરૂપ નિર્ણય આપ્યો હતો. જેમાં BCCIના એક સ્ટેટ, એક વોટ, એક સભ્યના નિર્ણય તેમજ બીસીસીઆઈની પોસ્ટ્સ પર કબજો કરનારાઓ પર 70 વર્ષની વય મર્યાદા નક્કી કરવી.