Not Set/ ત્રણ દિવસ થઇ ગયા હોવા છતાં વકીલના હત્યાઓને નથી પકડી શકી પોલીસ, વકિલોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર

જામનગર, જામનગરનાં વકિલ કિરીટ જોષીની સરાજાહેર થયેલી હત્યાને ત્રીજો દિવસ થઇ ગયો હોવા છતા હત્યારાઓને પોલીસ ઝડપી શકી નથી જેના કારણે વકિલોમાં રોષ ફેલાયો છે. સરાજાહેર હત્યાને કારણે વકિલોમાં ભયની લાગણી ફેલાઇ ગઈ છે. વકિલોએ બાઇક રેલીનું આયોજન કર્યુ હતુ. રેલીમાં મોટા પ્રમાણમાં વકિલો જોડાયા હતા. હત્યારાને ઝડપી કિરીટ જોષીનાં પરિવારને ન્યાય આપવા સુત્રોચ્ચાર દ્વારા […]

Gujarat
srt 7 ત્રણ દિવસ થઇ ગયા હોવા છતાં વકીલના હત્યાઓને નથી પકડી શકી પોલીસ, વકિલોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર

જામનગર,

જામનગરનાં વકિલ કિરીટ જોષીની સરાજાહેર થયેલી હત્યાને ત્રીજો દિવસ થઇ ગયો હોવા છતા હત્યારાઓને પોલીસ ઝડપી શકી નથી જેના કારણે વકિલોમાં રોષ ફેલાયો છે. સરાજાહેર હત્યાને કારણે વકિલોમાં ભયની લાગણી ફેલાઇ ગઈ છે.

વકિલોએ બાઇક રેલીનું આયોજન કર્યુ હતુ. રેલીમાં મોટા પ્રમાણમાં વકિલો જોડાયા હતા. હત્યારાને ઝડપી કિરીટ જોષીનાં પરિવારને ન્યાય આપવા સુત્રોચ્ચાર દ્વારા માંગ કરી હતી. વકિલોની રેલી શહેરનાં મુખ્ય માર્ગો માંથી પસાર થઇ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આપ્યુ હતુ.

વકીલોનું કહેવું છે કે ત્રણ દિવસ પહેલા વકીલ કિરીટ જોશીની શહેરના ટાઉન હૉલ જેવા ધમધમતા વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો દ્વારા સારા જાહેર છરી વડે હુમલો કરી કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ નાસી છૂટ્યા હતા, જેને લઈને આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી બહાર હોય ત્યારે સમાજમાં અને વકીલોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.

ત્રણ દિવસ વિતી ગયા પછી પણ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી જેના લીધે બધા વકીલોમાં રોષ છે જે રોષને વ્યક્ત કરવા માટે અને  પરિવારને ન્યાય અપાવવા  માટે અમે રેલીનું આયોજન કર્યું અને કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આપ્યુ હતુ.