Not Set/ એશિયન ગેમ: અરપિંદર સિંહે Gold, દૂતી ચંદે સિલ્વર અને ટેબલ ટેનિસ મિકસ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મળ્યો

ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના ૧૧માં દિવસે ભારતની ઝોળીમાં Gold, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જેમાં એથ્લેટ્સ અરપિંદર સિંહે ભારતને વધુ એક Gold મેડલ અપાવ્યો છે. તેમણે ટ્રિપલ જમ્પમાં ૧૬.૭૭ મીટરનો જમ્પ લગાવીને ભારતની ઝોળીમાં 10મો ગોલ્ડ મેડલ નાખ્યો છે. જયારે મહિલાઓની ૨૦૦ મીટરની રેસમાં દૂતી ચંદે સિલ્વર મેડલ જીત્યો છે. તો […]

Top Stories India Trending Sports
Asian Games: Arpinder Singh gets Gold, Dutee Chand gets Silver and bronze medal in Table Tennis

ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના ૧૧માં દિવસે ભારતની ઝોળીમાં Gold, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા છે. જેમાં એથ્લેટ્સ અરપિંદર સિંહે ભારતને વધુ એક Gold મેડલ અપાવ્યો છે. તેમણે ટ્રિપલ જમ્પમાં ૧૬.૭૭ મીટરનો જમ્પ લગાવીને ભારતની ઝોળીમાં 10મો ગોલ્ડ મેડલ નાખ્યો છે. જયારે મહિલાઓની ૨૦૦ મીટરની રેસમાં દૂતી ચંદે સિલ્વર મેડલ જીત્યો છે. તો ટેબલ ટેનિસમાં મિક્સ ડબલ્સ ભારતના અંચત અને મણિકાની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ઈન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબાંગમાં ચાલી રહેલા 18માં એશિયાઈ ખેલોના ૧૦માં દિવસે કુલ નવ નવ મેડલ જીત્યા હતા. આ સાથે ભારતના મેડલની સંખ્યા ૫૩ થઈ ગઈ હતી, જેમાં 10 Gold, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. મંજીતસિંહે ૧૦માં દિવસે ભારતને એક માત્ર ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

ટ્રિપલ જમ્પમાં અરપિંદર સિંહે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે . તેની સાથે ભારતના ખાતામાં 10 ગોલ્ડ મેડલ આવ્યા છે. અરપિંદર સિંહે ૧૬.૭૭ મીટરનો જમ્પ લગાવીને ભારતના ગોલ્ડ મેડલની સંખ્યામાં વધારો કર્યો છે. અરપિંદર સિંહે છ જમ્પ લગાવ્યા હતા તેમાંથી ત્રણ લીગલ રહ્યા હતા.

જયારે ભારતની અન્ય એથ્લેટ્સ દૂતી ચંદે મહિલાઓની ૨૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે.  દૂતી ચંદે 23.20 સેકન્ડમાં આ અંતર કાપ્યું હતું. બહેરીનની ઓદીઓંગ ઈદિદિઓંગે 22.96 સેકન્ડમાં આ અંતર કાપીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જયારે ચીનની વેઈ યોંગલીએ 23.27 સેકન્ડમાં અંતર કાપીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

જયારે ટેબલ ટેનિસમાં મિક્સ ડબલ્સની સેમીફાઈનલમાં ચીનની વાંગ ચૂકિન અને સન યિંગશાની જોડીએ ભારતના અંચત શરત કમલ અને મણિકા બત્રાની જોડીને 11-09, 11-05, 11-13, 11-04, 11-08થી હરાવી હતી. જેના કારણે અંચત અને મણિકાની જોડીને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

એશિયાઈ ખેલોમાં ટેબલ ટેનિસના ૬૦ વર્ષના ઇતિહાસમાં ભારતનો આ બીજો મેડલ છે. ભારતે પહેલો મેડલ પણ આ જ એશિયાઈ ખેલોમાં જીત્યો છે.