Not Set/ સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

રાજકોટમાં આજે સીરીઝની બીજી મેચ રમાવવાની છે ત્યારે બન્ને ટીમનાં કેપ્ટન મેદાનમાં આવી ગયા છે. તાજા જાણકારી મુજબ બન્ને વચ્ચે ટોસ થઇ ગયો છે જેમા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે. ત્રણ વન ડે મેચની સિરીઝની બીજી મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાવાની છે. ભારતીય ટીમ છેલ્લી મેચમાં એરોન ફિન્ચની કેપ્ટનશીપવાળી […]

Top Stories Sports
IND vs AUS Dream11 Prediction 2nd ODI Australia tour of India 2020 સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો કર્યો નિર્ણય

રાજકોટમાં આજે સીરીઝની બીજી મેચ રમાવવાની છે ત્યારે બન્ને ટીમનાં કેપ્ટન મેદાનમાં આવી ગયા છે. તાજા જાણકારી મુજબ બન્ને વચ્ચે ટોસ થઇ ગયો છે જેમા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો છે.

Image result for india vs australia 2nd odi 2020

ત્રણ વન ડે મેચની સિરીઝની બીજી મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાવાની છે. ભારતીય ટીમ છેલ્લી મેચમાં એરોન ફિન્ચની કેપ્ટનશીપવાળી કાંગારુ ટીમની સામે 10 વિકેટે પરાજય જોઇ ચુકી છે. આવી સ્થિતિમાં જોવાનું એ છે કે વિરાટ કોહલીની રાજકોટમાં વાપસી થાય છે કે પછી ગયા વર્ષની જેમ આ વખતે પણ ઓસ્ટ્રેલિયાથી વનડે સિરીઝમાં ભારત પરાજીત થાય છે.

આ પહેલા ભારતીય ટીમે રાજકોટમાં મેચ શરૂ થાય તે પહેલા નેટ પ્રેક્ટિસ કરી હતી. આપને જણાવી દઇએ કે, આ મેચમાં રિષભ પંત તમને જોવા નહી મળે, તે પહેલી મેચમાં ઘાયલ થઇ ગયો હતો, જેના કારણે પહેલી મેચમાં વિકેટકીપિંગ કે એલ રાહુલે જ કરી હતી. જે આજે પણ તે ભૂમિકામાં મેદાનમાં જોવા મળશે.

જો ભારતીય બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર કરવો હોય તો તેણે મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ જેવા ઘાતકી બોલરો સામે બેટિંગ કરવી પડશે અને તેમની લાઇન લેન્થને બગાડવી પડશે.

ભારત:

Image

રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયા:

Image

ડેવિડ વોર્નર, એરોન ફિંચ (કેપ્ટન), માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન એગર, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન, એડમ ઝામ્પા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.