Not Set/ ઇંગ્લેન્ડનો આ બેટ્સમેન જ કરી શકે છે કુલદીપ યાદવનો સામનો, બીજા બધા છે અંધારામાં : સચિન તેંડુલકર

નવી દિલ્હી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી ૧ ઓગષ્ટથી શરુ થવા જઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે એક મહત્વનું નિવેદન આપ્યું છે. સચિન તેંડુલકરનું માનવું છે કે, ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ ભલે કુલદીપ યાદવની ફીરકીનો જાદુ તોડવામાં સફળ રહ્યા છે, પરંતુ ટેસ્ટ સીરીઝમાં પીચ સુખી રહેવાના કારણે શ્રેણીમાં […]

Trending Sports
mama 1 e1532253534936 ઇંગ્લેન્ડનો આ બેટ્સમેન જ કરી શકે છે કુલદીપ યાદવનો સામનો, બીજા બધા છે અંધારામાં : સચિન તેંડુલકર

નવી દિલ્હી,

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી ૧ ઓગષ્ટથી શરુ થવા જઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે એક મહત્વનું નિવેદન આપ્યું છે. સચિન તેંડુલકરનું માનવું છે કે, ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ ભલે કુલદીપ યાદવની ફીરકીનો જાદુ તોડવામાં સફળ રહ્યા છે, પરંતુ ટેસ્ટ સીરીઝમાં પીચ સુખી રહેવાના કારણે શ્રેણીમાં તેઓ ઉપયોગી સાબિત થઇ શકે છે.

સચિન તેંડુલકરે જણાવ્યું, “હું એ ટીવી પર જે જોયું છે, એમાં લાગ્યું હતું કે રૂટ કુલદીપના બોલને તેઓના હાથમાંથી ઓળખી લીધો હતો અને તેનો જ ફાયદો તેઓને મળ્યો હતો.

કુલદીપની હાથની એક્શન ખૂબ અધરી છે અને બોલ છુટ્યા બાદ તેને જાણવું ખૂબ મુશ્કેલ છે. રૂટે કુલદીપની હાથની એક્શનને ખૂબ ઝડપી ભાપી લીધી હતી અને રમતમાં તે સફળ રહ્યા”.

england v australia 1st investec ashes test day one 479907968 57aa212b9977c ઇંગ્લેન્ડનો આ બેટ્સમેન જ કરી શકે છે કુલદીપ યાદવનો સામનો, બીજા બધા છે અંધારામાં : સચિન તેંડુલકર

જો રૂટ સિવાય ઇંગ્લેન્ડના અન્ય બેટ્સમેનને કુલદીપની બોલિંગની સમજણ અંગે તેઓએ કહ્યું, “મને નથી લાગતું કે ઇંગ્લેન્ડના અન્ય કોઈ બેટ્સમેન કુલદીપ યાદવને આટલું સારી અને ઝડપથી સમજીને રમી શકે છે. ઇંગ્લેન્ડમાં આ સમયે પીચ સુખી છે અને આ સમયમાં કુલદીપ અને બાકી અન્ય સ્પિનર ભારત માટે ઉપયોગી સાબિત થઇ શકે છે”.

આ ઉપરાંત સચિને વધુમાં કહ્યું હતું કે, “ભારતીય ટીમને પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અનર જસપ્રીત બુમરાહની ગેરહાજરી ભારતને જરૂર અસર કરશે.