Not Set/ મિતાલી સાથેના વિવાદ બાદ પણ આ મહિલા ક્રિકેટરોએ પવારને કોચ બનાવવા BCCIને કર્યો અનુરોધ

નવી દિલ્હી, ભારતીય મહિલા ટીમની અનુભવી ક્રિકેટર મિતાલી રાજના રમેશ પવાર સાથે થયેલા વિવાદ બાદ તેઓને ટીમના હેડકોચ તરીકેના કાર્યકાળનો અંત આવ્યો હતો અને BCCI દ્વારા આ પદ માટે નવા નામની દલીલ કરવામાં આવી ચુકી છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને એક પત્ર લખવામાં […]

Top Stories Trending Sports
મિતાલી સાથેના વિવાદ બાદ પણ આ મહિલા ક્રિકેટરોએ પવારને કોચ બનાવવા BCCIને કર્યો અનુરોધ

નવી દિલ્હી,

ભારતીય મહિલા ટીમની અનુભવી ક્રિકેટર મિતાલી રાજના રમેશ પવાર સાથે થયેલા વિવાદ બાદ તેઓને ટીમના હેડકોચ તરીકેના કાર્યકાળનો અંત આવ્યો હતો અને BCCI દ્વારા આ પદ માટે નવા નામની દલીલ કરવામાં આવી ચુકી છે.

આ વચ્ચે ટીમ ઇન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાના દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં તેઓએ મિતાલી રાજ સાથેના વિવાદ બાદ પણ રમેશ પવારને મહિલા ટીમના કોચ તરીકે રાખવા માટે કહ્યું છે.

DtgrMxgVsAA lGU મિતાલી સાથેના વિવાદ બાદ પણ આ મહિલા ક્રિકેટરોએ પવારને કોચ બનાવવા BCCIને કર્યો અનુરોધ
SPORTS-harmanpreet-kaur-smriti-mandhana-ramesh-powar-return-coach-mithali-raj-dispute

 

બીજી બાજુ આ ખેલાડીઓના મિતાલી સાથેના વિવાદ બાદ પણ રમેશ પવારને કોચ બનાવવા માટેના નિવેદન બાદ ભારતીય ટીમ બે ભાગમાં વહેચાઈ શકે છે.

COAના અધ્યક્ષ વિનોદ રાયે જણાવ્યું, “હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના દ્વારા પવારને ૨૦૨૧ સુધી કોચ બનાવી રાખવા માટે પોતાનું સમર્થન આપ્યું છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોચ રમેશ પવારનો કાર્યકાળ ૩૦ નવેમ્બરના રોજ સમાપ્ત થઇ ચુક્યો છે અને BCCI પહેલાથી જ આ પદ માટે નવા ઉમેદવારોના આવેદન મંગાવવા માટે કહી ચુક્યું છે.

Ramesh Powar Mithali Raj Controversy Getty Images Twitter ICC મિતાલી સાથેના વિવાદ બાદ પણ આ મહિલા ક્રિકેટરોએ પવારને કોચ બનાવવા BCCIને કર્યો અનુરોધ

જો કે, મિતાલી રાજ ઉપરાંત એકતા બિષ્ટ અને માનસી જોષી રમેશ પવારને કોચ બનાવવાની વિરુધ છે.