Not Set/ જે ડોન બ્રેડમેન કે સચિન ન કરી શક્યા, તે રેકોર્ડ કૂકે બનાવી હાંસલ કરી ખાસ ઉપલબ્ધિ

ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.  પાંચમી મેચ દરમિયાન ઈંગ્લેંડની ટીમે બીજી ઇનિંગ્સ ૪૨૩ના સ્કોરે ડિક્લેર કરી ભારતને ૪૬૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે આ ઇનિંગ્સ દરમિયાન પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઓપનર એલિસ્ટર કૂકે શાનદાર સદી ફટકારતા ટેસ્ટ કેરિયરની ૩૩મી સદી ફટકારી છે. જો […]

Trending Sports
dc Cover gljs9cjpls48krstkusub0uie3 20171228171804.Medi 1 1 જે ડોન બ્રેડમેન કે સચિન ન કરી શક્યા, તે રેકોર્ડ કૂકે બનાવી હાંસલ કરી ખાસ ઉપલબ્ધિ

ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે.  પાંચમી મેચ દરમિયાન ઈંગ્લેંડની ટીમે બીજી ઇનિંગ્સ ૪૨૩ના સ્કોરે ડિક્લેર કરી ભારતને ૪૬૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જો કે આ ઇનિંગ્સ દરમિયાન પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઓપનર એલિસ્ટર કૂકે શાનદાર સદી ફટકારતા ટેસ્ટ કેરિયરની ૩૩મી સદી ફટકારી છે. જો કે આ ૩૩મી સદી સાથે જે રેકોર્ડ સદીના મહાન બેટ્સમેનો માના એક સર ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકર ન કરી શક્યા તે ઈંગ્લીશ ઓપનરે કુકે બનાવ્યો છે.

પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા કૂક

Dmuz1ySWwAAg00U 1 જે ડોન બ્રેડમેન કે સચિન ન કરી શક્યા, તે રેકોર્ડ કૂકે બનાવી હાંસલ કરી ખાસ ઉપલબ્ધિ
sports-india-vs-england-alastair-cook-hit-century-final-test-innings-5th-player-world-oval-test sacin tendulkar-don bradman

ભારત સામે અંતિમ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ કૂક ઈંગ્લેંડ તરફથી પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ અને દુનિયાના પાંચમા બેટ્સમેન બની ગયા છે.

ટેસ્ટ ક્રિકેટમાં કૂકથી પહેલા ઓસ્ટ્રેલિયાના રેગી ડફ, બિલ પોન્સફોર્ડ અને ગ્રેગ ચેપલ જયારે ભારત તરફથી મોહમ્મદ અજહરદ્દીન પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કુમાર સંગાકારાને છોડ્યા પાછળ

આ ઉપરાંત કૂક પોતાની ઇનિંગ્સ દરમિયાન ૭૬ રનના સ્કોરે પહોચવાની સાથે જ  શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાને પાછળ છોડી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ૫માં સ્થાન પર આવી ગયા છે.

કૂકની આગળ સચિન તેંડુલકર ૧૫,૯૨૧ રન, રિકી પોન્ટિંગ ૧૩,૩૭૮ રન, જેક્સ કાલિસ ૧૩,૨૮૯ રન, રાહુલ દ્રવિડ ૧૩,૨૮૮ રન અને કુમાર સંગાકારા ૧૨,૪૦૦ રન બનાવી ચુક્યા છે.