Not Set/ એશિયન ગેમ્સ: ભારતીય હોકી ટીમે તોડ્યો 86 વર્ષનો રેકોર્ડ, 26 – 0 થી ઐતહાસિક જીત

રેકોર્ડ બને છે જ તુટવા માટે, આ વાત ભારતીય હોકી ટીમ માટે સો ટકા સાચી વાત છે. ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સનાં ચોથા દિવસે બુધવારે હોંગ કોંગ સામેનાં પુલ મેચમાં ભારતીય હોકી ટીમે હોંગકોંગની ટીમને 26 – 0 થી ધૂળ ચટાડી દીધી હતી. ભારતનાં ઇતિહાસમાં આવો અવસર 86 વર્ષ બાદ આવ્યો છે, જેમાં […]

Top Stories India Sports
Indian mens hockey team એશિયન ગેમ્સ: ભારતીય હોકી ટીમે તોડ્યો 86 વર્ષનો રેકોર્ડ, 26 – 0 થી ઐતહાસિક જીત

રેકોર્ડ બને છે જ તુટવા માટે, આ વાત ભારતીય હોકી ટીમ માટે સો ટકા સાચી વાત છે. ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં ચાલી રહેલી 18મી એશિયન ગેમ્સનાં ચોથા દિવસે બુધવારે હોંગ કોંગ સામેનાં પુલ મેચમાં ભારતીય હોકી ટીમે હોંગકોંગની ટીમને 26 – 0 થી ધૂળ ચટાડી દીધી હતી.

ભારતનાં ઇતિહાસમાં આવો અવસર 86 વર્ષ બાદ આવ્યો છે, જેમાં ભારતે પોતાનાં નામે આટલી મોટી જીત નોંધાવી છે. આ અગાઉ આઝાદી પહેલાં 1932માં લોસ એન્જેલસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે અમેરિકાને 24 -1 થી પછાડી હતી. ઇન્ટરનેશનલ હોકી ગેમમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ન્યુઝીલેન્ડનાં નામે છે. ન્યુઝીલેન્ડ એ 1994માં સમોઆ ને 36 – 1 થી હરાવ્યું હતું.

ભારતે પોતાનાં પહેલાં ગ્રુપ મેચમાં ઇન્ડોનેશિયાને 17 – 0 થી માત્ત આપી હતી અને બીજા ગ્રુપ મેચમાં હોંગકોંગ ને 26 – 0 થી હરાવ્યું. ચાર હોકી પ્લેયરે હેટ્રિક મારી હતી. ભારતીય ટીમ મેચની શરૂઆતથી જ આક્રમક રહી હતી અને ગોલની વણઝાર કરી રહી હતી. મેચનાં શરૂઆતમાં જ ફોરવર્ડ ખેલાડી આકાશદીપે બે મીનીટની અંદર જ પહેલો ગોલ ફટકાર્યો હતો. એક મિનીટ પછી મનપ્રીત સિંહે ભારત માટે બીજો ગોલ કર્યો.

ત્યારબાદ ઝડપથી ટીમ મેચમાં આગળ વધી રહી હતી અને પહેલાં ક્વાર્ટરમાં ટીમે ચાર ગોલ કર્યા હતા.બીજા કવાટરમાં કુલ 8 ગોલ હોકી ટીમે પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા. મંદીપ સિહે અને લલિત ઉપાધ્યાયે બે બે ગોલ માર્યા હતા. જયારે મનપ્રીત, હરમનપ્રીત સિંહ, અમિત રોહીદાસ અને વરુણ કુમારે એક એક ગોલ પોતાનાં નામે નોંધાવ્યો હતો. બીજા હાફમાં ટીમે શાનદાર પરફોર્મન્સ સાથે કુલ 12 ગોલ કર્યા હતા. સ્ટાર ડીફેન્ડર હરમનપ્રીતે ત્રણ ગોલ, આકાશદીપ , લલિત અને રુપીન્દરે બે – બે ગોલ કર્યા હતા. આ સિવાય દલપ્રીત સિંહ, ચીંગલિંગસાના સિંહ અને સીમરનજીત સિહે એક – એક ગોલ કર્યો હતો.આ જીત બાદ ભારતનાં છ પોઈન્ટ થઇ ગયા છે અને ગ્રુપ ‘એ’ માં તે ટોપ પર છે.

માત્ર પુરુષ હોકી ટીમ જ નહિ પરંતુ ભારતીય મહિલા હોકી ટીમ પણ આવી જ શાનદાર રીતે એશિયન ગેમ્સમાં આગળ વધી રહી છે. ભારતીય મહિલા હોકી ટીમે મંગળવારે પોતાનાં બીજા મેચમાં કઝાકસ્તાનને 21-0 થી પછાડ્યું હતું. આ મેચમાં ચાર હોકી પ્લેયરે હેટ્રિક કરી હતી.પહેલાં મેચમાં ભારતીય મહિલા હોકી ટીમ એ ઇન્ડોનેશિયા ને 8 – 0 થી હરાવી મેચ પોતાનાં નામે કરી લીધો હતો. ભારતીય મહિલા હોકી ટીમે આ પહેલાં 1982માં એશિયાડમાં જ હોંગ કોંગને 22-0 થી હરાવ્યું હતું. હાલ ભારતીય હોકી ટીમ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના રેન્ક લીસ્ટમાં નવમાં સાથે છે.