Not Set/ ટી-૨૦ વર્લ્ડકપ માટેની ભારતીય મહિલા ટીમનું કરાયું એલાન, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી, વેસ્ટ ઇન્ડીઝમાં રમનારા ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા શુક્રવારે ૧૫ સભ્યોની મહિલા ટીમની ઘોષણા કરવામાં આવી છે. આ ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરને આપવામાં આવી છે , જયારે સ્મૃતિ મંધાનાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે. ICC મહિલા […]

Trending Sports
indian women m ટી-૨૦ વર્લ્ડકપ માટેની ભારતીય મહિલા ટીમનું કરાયું એલાન, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી,

વેસ્ટ ઇન્ડીઝમાં રમનારા ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI દ્વારા શુક્રવારે ૧૫ સભ્યોની મહિલા ટીમની ઘોષણા કરવામાં આવી છે.

આ ટી-૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની કમાન હરમનપ્રીત કૌરને આપવામાં આવી છે , જયારે સ્મૃતિ મંધાનાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે.

ICC મહિલા વર્લ્ડકપ ટી-૨૦ વર્લ્ડકપના છઠ્ઠા સંસ્કરણનું આયોજન ૯ થી ૨૪ નવેમ્બર વચ્ચે વેસ્ટ ઇન્ડીઝમાં થવાનું છે.

ભારતીય મહિલા ટીમની વાત કરવામાં આવે તો, ટીમ ઇન્ડિયાને ગ્રુપ – Bમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને આયર્લેન્ડ શામેલ છે.

ભારતીય ટીમ આ વર્લ્ડકપમાં પોતાની શરૂઆત ૯ નવેમ્બરના રોજ રમાનારી ન્યુઝીલેન્ડ સામેની મેચ સાથે કરશે. ત્યારબાદ ૧૧ નવેમ્બરના રોજ પાકિસ્તાન, ૧૫ નવેમ્બરના રોજ આયરલેન્ડ અને ૧૭ નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા સામે થશે.

ટી-૨૦ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ :

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન), મિતાલી રાજ, જેમિમાહ રોડ્રીગેજ, વેદા કૃષ્ણમૂર્તિ, દીપ્તિ શર્મા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, ડી હેમલત્તા, માનસી જોશી,પૂજા વસ્ત્રાકાર અને અરુણદતિ રેડ્ડી