Not Set/ #INDvAUS : ભારતે ૬ વિકેટે હાંસલ કરી શાનદાર જીત, શ્રેણી ૧-૧થી થઈ સરભર

સિડની, સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. કેપ્ટન વિરાટ કોહલીની ૬૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ સાથે ભારતે ૬ વિકેટે જીત હાંસલ કરી છે અને શ્રેણી ૧-૧થી સરભર કરી છે. યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૬૪ […]

Top Stories Trending Sports
Ds1 bZwXgAE2b4n #INDvAUS : ભારતે ૬ વિકેટે હાંસલ કરી શાનદાર જીત, શ્રેણી ૧-૧થી થઈ સરભર

સિડની,

સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. કેપ્ટન વિરાટ કોહલીની ૬૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ સાથે ભારતે ૬ વિકેટે જીત હાંસલ કરી છે અને શ્રેણી ૧-૧થી સરભર કરી છે.

યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૬૪ રન બનાવ્યા હતા અને ભારતીય ટીમને ૧૬૫ રનની ટાર્ગેટ આપ્યો હતો.

ઓસ્ટ્રેલિયા દ્વારા અપાયેલા ૧૬૫ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે આ લક્ષ્યને ૪ વિકેટના નુકશાને જ વટાવ્યો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીના અણનમ ૬૧ રન ઉપરાંત ઓપનર બેટ્સમેન શિખર ધવને ૪૧ રન રોહિત શર્મા ૨૩ રન તેમજ દિનેશ કાર્તિકે ૨૨ રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા ૧૬૫ રન 

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમે ૧૬૫ રન બનાવ્યા હતા. કેપ્ટન એરોન ફિન્ચ ૨૮ રન, ડાર્સી શોટ ૩૩ રન, મેક્સવેલ ૧૩ રન બનાવી આઉટ થયા હતા.

જ્યારે ભારતીય ટીમ તરફથી સ્પિન બોલર કૃણાલ પંડ્યા ૪ અને કુલદીપ યાદવે ૧ વિકેટ ઝડપી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલી ટી-૨૦માં ભારતીય ટીમની હાર થઈ હતી, જ્યારે બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી, ત્યારે હવે આ મેચ જીતીને ભારત સિરીઝ બરાબરી કરવાનો પ્રયાસ કરશે.