Not Set/ #INDvAUS : મેલબર્ન ટેસ્ટ જીતવાની સાથે જ ભારતે આ રેકોર્ડ કર્યો પોતાના નામે

મેલબર્ન, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ (બોક્સિંગ ડે)માં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૯૯ રનના ટાર્ગેટ સામે કાંગારું ટીમ ૨૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ટીમ ઇન્ડિયાએ ૧૩૭ રને વિજય હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ […]

Trending Sports

મેલબર્ન,

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ (બોક્સિંગ ડે)માં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૯૯ રનના ટાર્ગેટ સામે કાંગારું ટીમ ૨૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ટીમ ઇન્ડિયાએ ૧૩૭ રને વિજય હાંસલ કર્યો હતો.

આ જીત સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ હાંસલ કરી છે તેમજ ૪૦ વર્ષનો એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

હકીકતમાં, ભારતીય ટીમે છેલ્લા ૪૦ વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૧ ટેસ્ટ સિરીઝમાં બે ટેસ્ટ જીતી છે. આ પહેલા ૧૯૭૭/૭૮ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ત્રીજા પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ જીતી હતી.

વર્ષ ૧૯૭૭/૭૮ દરમિયાન ભારતીય ટીમે ૨ ટેસ્ટ મેચ જીતી હતી, પરંતુપાંચ મેચની આ શ્રેણી ૨-૩થી ગુમાવી હતી, જયારે હાલની ચાર મેચની શ્રેણીમાં ભારત ૨-૧થી આગળ છે, જયારે સિરીઝની હારનો કોઈ ખતરો નથી.

આ પહેલા એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૧ રને હરાવ્યું હતું, જયારે કાંગારું ટીમે પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પલટવાર કરતા ૧૪૬ રને જીત મેળવી હતી.