Not Set/ #INDvAUS : સદી ચુક્યા બાદ પણ કેપ્ટન કોહલીએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે

મેલબર્ન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ ઇનિંગ્સ ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કર્યો છે. ભારતની પ્રથમ ઇનિંગ્સમાં ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારતા ૧૦૬ રન બનાવ્યા હતા, જયારે કેપ્ટન કોહલીએ ૮૨ રન […]

Trending Sports
DvZT2LbWoAA4HN0 #INDvAUS : સદી ચુક્યા બાદ પણ કેપ્ટન કોહલીએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે

મેલબર્ન,

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ ઇનિંગ્સ ૪૪૩ રનના સ્કોરે ડિક્લેર કર્યો છે.

ભારતની પ્રથમ ઇનિંગ્સમાં ચેતેશ્વર પુજારાએ શાનદાર સદી ફટકારતા ૧૦૬ રન બનાવ્યા હતા, જયારે કેપ્ટન કોહલીએ ૮૨ રન બનાવી આઉટ થઇ ગયો હતો અને સદી ચુકી ગયો હતો.

#INDvAUS : સદી ચુક્યા બાદ પણ કેપ્ટન કોહલીએ આ રેકોર્ડ કર્યો પોતાના નામે
sports-#indvaus-virat-kohli-most-test-runs-calendar-year-third test-melbourne

જો કે આ સદી ચુક્યા બાદ પણ કોહલીએ એક રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. કેપ્ટન વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૮માં વિદેશમાં રમેલી ૧૩ ટેસ્ટ મેચની ૨૩ ઇનિંગ્સમાં કુલ ૧૩૨૨ રન બનાવ્યા છે. આ સાથે જ કોહલી ભારત તરફથી વિદેશી ધરતી પર એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

આ પહેલા ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે વર્ષ ૨૦૦૨માં વિદેશી ધરતી પર ૧૧૩૭ રન બનાવ્યા હતા. આ ઉપરાંત કોહલીએ વિદેશી ધરતી પર ૨૦૧૮માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ૨૦૯૮ રન બનાવ્યા છે.