Not Set/ #INDvsWI : ચોથી વન-ડેમાં ભારતના આ ઝડપી બોલરે એવું તો શું કર્યું કે, તેને ICC તરફથી મળી ચેતવણી

મુંબઈ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડેમાં ભારતીય ટીમે ૨૨૪ રને શાનદાર જીત હાંસલ કરી હતી. ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને અંબાતી રાયડુની ઝંઝાવાતી ઇનિંગ્સ તેમજ ત્યારબાદ ખલિલ અહેમદની ઉત્કૃષ્ટ બોલિંગના કારણે ભારતીય ટીમે વિજય મેળવી શ્રેણીમાં ૨-૧થી શ્રેણી પોતાના નામે કરી હતી. જો કે ચોથી વન-ડેમાં શાનદાર બોલિંગ કરનારા ખલિલ અહેમદને ICC […]

Trending Sports
DqvuWHLWoAAi7 L #INDvsWI : ચોથી વન-ડેમાં ભારતના આ ઝડપી બોલરે એવું તો શું કર્યું કે, તેને ICC તરફથી મળી ચેતવણી

મુંબઈ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડેમાં ભારતીય ટીમે ૨૨૪ રને શાનદાર જીત હાંસલ કરી હતી. ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને અંબાતી રાયડુની ઝંઝાવાતી ઇનિંગ્સ તેમજ ત્યારબાદ ખલિલ અહેમદની ઉત્કૃષ્ટ બોલિંગના કારણે ભારતીય ટીમે વિજય મેળવી શ્રેણીમાં ૨-૧થી શ્રેણી પોતાના નામે કરી હતી.

જો કે ચોથી વન-ડેમાં શાનદાર બોલિંગ કરનારા ખલિલ અહેમદને ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) તરફથી ચેતવણી આપવામાં આવી છે.

ICC મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા અહેમદને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માતાએ કોડ ઓફ કન્ડકટના આર્ટિકલ ૨.૫ના ઉલ્લંઘન માટે દોષી માનવામાં આવ્યો છે.

હકીકતમાં, ૧૪મી ઓવરમાં ભારતીય ટીમના યુવા ઝડપી બોલર ખલિલ અહેમદે માર્લોન સેમ્યુઅલને આઉટ કર્યા બાદ તેઓની તરફમાં આક્રમક અંદાજમાં વળ્યો હતો. જો કે ખલિલ અહેમદે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો છે, ત્યારે હવે સુનાવણીની કોઈ જરૂરત નથી.

ભારતે ૨૨૪ રને હાંસલ કરી શાનદાર જીત

ચોથી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ૩૭૭ રન બનાવ્યા હતા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમને ૩૭૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત દ્વારા આપવામાં આવેલા ૩૭૮ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર ૧૫૩ રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું અને ભારતીય ટીમે ૨૨૪ રને શાનદાર જીત હાંસલ કરી હતી.