Not Set/ #INDvWI : અંતિમ વન-ડેમાં કોહલી આ વિરાટ રેકોર્ડ બનાવવાની સાથે જ દિગ્ગજ ક્રિકેટરોને છોડી શકે છે પાછળ

તિરુવંતપુરમ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ ગુરુવારે રમાવાની છે. મુંબઈ ખાતે રમાયેલી ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમે ૨૨૪ રને જીત મેળવી શ્રેણીમાં ૨-૧થી લીડ હાંસલ કરી છે, ત્યારે હવે અંતિમ મેચમાં પણ વિરાટ બ્રિગેડ આ વન-ડે મેચ જીતીને આ સિરીઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે અંતિમ મેચમાં […]

Trending Sports
bhan6oj8 virat kohli pti 10 #INDvWI : અંતિમ વન-ડેમાં કોહલી આ વિરાટ રેકોર્ડ બનાવવાની સાથે જ દિગ્ગજ ક્રિકેટરોને છોડી શકે છે પાછળ

તિરુવંતપુરમ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ ગુરુવારે રમાવાની છે. મુંબઈ ખાતે રમાયેલી ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમે ૨૨૪ રને જીત મેળવી શ્રેણીમાં ૨-૧થી લીડ હાંસલ કરી છે, ત્યારે હવે અંતિમ મેચમાં પણ વિરાટ બ્રિગેડ આ વન-ડે મેચ જીતીને આ સિરીઝ પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.

બીજી બાજુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે અંતિમ મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે, જેનાથી તેઓ દુનિયાભરમાં અનેક દિગ્ગજ ક્રિકેટરોને પાછળ છોડી શકે છે.

કોહલી બનાવી છે આ ખાસ રેકોર્ડ 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણીમાં ટીમ ઇન્ડીયાના કેપ્ટન શાનદાર ફોર્મમાં છે. અત્યારસુધીમાં રમાયેલી ચાર વન-ડેમાં કોહલી ત્રણ ફટકારી ચુક્યો છે, ત્યારે હવે કોહલી જો પાંચમી વન-ડેમાં વધુ એક સદી ફટકારવામાં સફળ રહે છે તો તે એક દ્વિપક્ષીય સિરીઝમાં ૪ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની શકે છે.

આ પહેલા શ્રીલંકાના પૂર્ણ કેપ્ટન કુમાર સંગાકારા ૪ સદી ફટકારી ચુક્યા છે, પરંતુ તેઓએ આ સદી ૨૦૧૫ના વર્લ્ડકપમાં બનાવી હતી.

આ દિગ્ગજ ક્રિકેટરોને કોહલી છોડી શકે છે પાછળ

આ પહેલા એક દ્વિપક્ષીય સિરીઝમાં દુનિયાના ૧૯ ખેલાડીઓ ૩ સદી ફટકારી ચુક્યા છે. આ દિગ્ગજ ક્રિકેટરોમાં સૌરવ ગાંગુલી, કેવિન પીટરશન, ગ્રેમ હિક, વિરાટ કોહલી, મેથ્યુ હેડન, કુમાર સંગાકારા, ક્રિસ ગેલ, વી વી એસ લક્ષ્મણ, ઈન્ઝમામ ઉલ હક, ફાફ ડુ પ્લેસિસ સહિત ૧૯ ક્રિકેટરો શામેલ છે.