Not Set/ સ્પોર્ટ્સ/ આઈપીએલનો હિસ્સો રહેલા આ બંન્ને ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં ફસાયા

કર્ણાટક પ્રીમિયર લીગ (કેપીએલ) માં ફિક્સિંગનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. હવે આ લીગનાં બે ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં ફસાઈ ગયા છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો દૌર શરૂ થઇ ગયો છે. તે આ કારણે કે બંને ક્રિકેટરો આઇપીએલમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ની ટીમનો પણ એક ભાગ રહી ચુક્યા છે. આ કેસમાં […]

Top Stories Sports
Spot સ્પોર્ટ્સ/ આઈપીએલનો હિસ્સો રહેલા આ બંન્ને ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં ફસાયા

કર્ણાટક પ્રીમિયર લીગ (કેપીએલ) માં ફિક્સિંગનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. હવે આ લીગનાં બે ખેલાડીઓ સ્પોટ ફિક્સિંગમાં ફસાઈ ગયા છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો દૌર શરૂ થઇ ગયો છે. તે આ કારણે કે બંને ક્રિકેટરો આઇપીએલમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ની ટીમનો પણ એક ભાગ રહી ચુક્યા છે. આ કેસમાં પોલીસે ટીમનાં માલિક સહિત સાત લોકોની ધરપકડ કરી છે.

પોલીસે 33 વર્ષીય સી ગૌતમ અને અબરાર કાઝીની ધરપકડ કરી છે. આ બંને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ પણ રહી ચુક્યા છે. ગૌતમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ સામેલ થઇ ચુક્યો છે. બંને ખેલાડીઓ પર આ સિઝનમાં કેપીએલની ટાઇટલ મેચમાં ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. કેપીએલ 2019 ની ફાઇનલ દરમિયાન હુબલી અને બેલ્લારી ટીમ વચ્ચે સ્પોટ ફિક્સિંગ થયું હતું. અગાઉ ફિક્સિંગનાં મામલે અન્ય ક્રિકેટર નિશાંત સિંહની પણ આ લીગમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ લીગમાં ઘણી ટીમો વતી રમનાર નિશાંત પર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને બુકીઓ પહોંચાડવાનો આરોપ છે. શેખાવત શિવમોગા, મેંગ્લોર અને હુબલી ટાઇગર્સ તરફથી રમ્યો છે. 2016 માં નિશાંત કરૂણ નાયરની અધ્યક્ષતામાં મેંગલોર ટીમનો ભાગ હતો. અગાઉ, બેંગ્લોર બ્લાસ્ટર્સ ટીમનાં બોલિંગ કોચ વીનુ અને બેટ્સમેન વિશ્વનાથનની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તેમની ધરપકડ થયા બાદ એક  પછી એક નામોનો ખુલાસો થયો હતો. આ બંનેની ધરપકડ થયા બાદ જ શેખાવત પણ પોલીસની નજરે ચડ્યો હતો.

જણાવી દઇએ કે, ગૌતમ અને કાઝી પર ધીમી બેટિંગ માટે 20 લાખ રૂપિયા લેવાનો આરોપ છે, જ્યારે વિશ્વનાથન પર ધીમી બેટિંગ માટે પાંચ લાખ રૂપિયા લેવાનો આરોપ છે. વિશ્વનાથનને મેચમાં 20 બોલમાં 10 રનથી ઓછા રન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું અને તે મેચમાં બેટ્સમેને 17 બોલમાં નવ રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.