Not Set/ સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયાની ટીમને આજે એક જ ટીમ હરાવી શકે છે અને તે… – માઇકલ વોન

ઓસ્ટ્રેલિયાની ટીમનાં દરેક ખેલાડી આજે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટી-20 શ્રેણી બાદ પાકિસ્તાનને ટેસ્ટ મેચમાં હરાવી દીધી છે. બીજી મેચમાં પાકિસ્તાનને મોટી હારનો સામનો કરનો પડ્યો હતો અને તેમને ઇનિંગ્સની હાર મળી હતી. ઓસ્ટ્રેલિયા આ વર્ષે ઘરેલુ પાંચ ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાં તે ચાર જીત્યુ છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. […]

Top Stories Sports
images 66 સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયાની ટીમને આજે એક જ ટીમ હરાવી શકે છે અને તે... - માઇકલ વોન

ઓસ્ટ્રેલિયાની ટીમનાં દરેક ખેલાડી આજે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટી-20 શ્રેણી બાદ પાકિસ્તાનને ટેસ્ટ મેચમાં હરાવી દીધી છે. બીજી મેચમાં પાકિસ્તાનને મોટી હારનો સામનો કરનો પડ્યો હતો અને તેમને ઇનિંગ્સની હાર મળી હતી. ઓસ્ટ્રેલિયા આ વર્ષે ઘરેલુ પાંચ ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાં તે ચાર જીત્યુ છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ આ ડ્રો ભારત સામે રમી હતી. ઓસ્ટ્રેલિયાનાં આ અદભૂત પ્રદર્શન અંગે ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું છે કે હાલનાં સમયમાં ફક્ત ભારત એકમાત્ર એવી ટીમ છે જે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવી શકે છે.

Image result for australia team"

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ બાદ ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન માઇકલ વોને ટ્વિટર પર લખ્યું, ઓસ્ટ્રેલિયાને આ પરિસ્થિતિમાં હરાવવા માટે માત્ર ભારત પાસે જ સાધનો છે. જણાવી દઇએ કે, ભારતીય ટીમ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયાનાં ટૂરમાં જવાની છે. પોતાના દેશમાં પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની આ સતત પાંચમી સિરીઝ જીત છે, અને દરેક વખતે કાંગારૂઓએ પાકિસ્તાનનાં સુપડા સાફ કરી દીધા છે. વળી ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની આ સતત 14 મી ટેસ્ટ હાર છે. આ મેદાન પર પાકિસ્તાનની આ બીજી હાર છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયાની ટીમ ઘરેલુ એક પણ મેચ હારી નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રમાયેલી અતિંમ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરે ટ્રીપલ સેન્ચ્યુરી ફટકારી ટીમનું દિલ જીતી લીધુ હતુ. જો કે તે જે રીતે રમી રહ્યો હતો તેને જોઇને લાગી રહ્યુ હતુ કે તે વેસ્ટ ઈન્ડિઝનાં બેટ્સમેન બ્રાઇન લારાનો 400 રનનો રેકોર્ડ તોડી દેશે પરંતુ અચાનક કેપ્ટન ટિમ પેને સ્કોર ડિક્લેર્ડ કરી વોર્નરની ઇચ્છાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.