Not Set/ #PAKvsNZ : પાકિસ્તાનના ઓપનરે તોડ્યો કેપ્ટન કોહલીનો આ રેકોર્ડ, પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ

દુબઈ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ટીમના ઓપનર બાબર આઝમે ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં આઝમ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મેચમાં બાબર આઝમે પાકિસ્તાન તરફથી ઇનિંગ્સની શરૂઆત કરતા ૫૮ બોલમાં ૭ ફોર અને […]

Trending Sports
DrLHcAeWoAEQolp #PAKvsNZ : પાકિસ્તાનના ઓપનરે તોડ્યો કેપ્ટન કોહલીનો આ રેકોર્ડ, પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ

દુબઈ,

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચમાં યજમાન ટીમના ઓપનર બાબર આઝમે ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી મેચમાં આઝમ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ મેચમાં બાબર આઝમે પાકિસ્તાન તરફથી ઇનિંગ્સની શરૂઆત કરતા ૫૮ બોલમાં ૭ ફોર અને ૨ સિક્સર સાથે ૭૯ રન બનાવ્યા હતા. જો કે આ ઇનિંગ્સ દરમિયાન ૪૮ રનના સ્કોરે પહોચવાની સાથે જ બાબરે ટી-૨૦ ક્રિકેટમાં એક હજાર રન પૂર્ણ કર્યા હતા.

DrLHaMWXgAEmGq1 #PAKvsNZ : પાકિસ્તાનના ઓપનરે તોડ્યો કેપ્ટન કોહલીનો આ રેકોર્ડ, પ્રાપ્ત કરી ખાસ ઉપલબ્ધિ
sports-pak-vs-nz-T-20-pakistan-babar-azam-breaks-virat-kohlisrecord

આ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરવાની સાથે જ આઝમે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

બાબર આઝમે ૨૬ ઇનિંગ્સમાં એક હજાર પૂર્ણ કર્યા હતા, જયારે કોહલીને આ આંકડા સુધી પહોચવા માટે ૨૭ ઇનિંગ્સની જરૂરત પડી હતી.

ન્યુઝીલેન્ડ સામેની આ મેચમાં પાકિસ્તાનની ટીમે ૪૭ રનથી જીત હાંસલ કરી હતી. આ સાથે જ યજમાન ટીમે ત્રણ મેચની સિરીઝ ૩-૦થી પોતાના નામે કરી લીધી છે.