Not Set/ આ પાકિસ્તાની ક્રિકેટરે મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાનો કર્યો સ્વીકાર

પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ છેલ્લે મેચ ફિક્સિંગ કાંડમાં સંડોવાયેલા હોવાની વાતનો સ્વીકાર કરી લીધો છે. આ વિવાદના કારણે એસેક્સમાં એમના સાથી મર્વન વેસ્ટફિલ્ડને જેલ પણ જવું પડ્યું હતું. 6 વર્ષ સુધી ઇન્કાર કર્યા બાદ કનેરીયા તરફથી આ સ્વીકૃતિ આવી છે. કનેરીયાની પર ઇંગ્લિશ ક્રિકેટે આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો, જે આખી દુનિયામાં લાગુ થાય છે. એક ચેનલની ડોક્યુમેન્ટરી […]

Top Stories Sports
danish આ પાકિસ્તાની ક્રિકેટરે મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાનો કર્યો સ્વીકાર

પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ છેલ્લે મેચ ફિક્સિંગ કાંડમાં સંડોવાયેલા હોવાની વાતનો સ્વીકાર કરી લીધો છે. આ વિવાદના કારણે એસેક્સમાં એમના સાથી મર્વન વેસ્ટફિલ્ડને જેલ પણ જવું પડ્યું હતું. 6 વર્ષ સુધી ઇન્કાર કર્યા બાદ કનેરીયા તરફથી આ સ્વીકૃતિ આવી છે.

danish 070514 e1539848013314 આ પાકિસ્તાની ક્રિકેટરે મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાનો કર્યો સ્વીકાર

કનેરીયાની પર ઇંગ્લિશ ક્રિકેટે આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો, જે આખી દુનિયામાં લાગુ થાય છે. એક ચેનલની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કનેરિયાએ કહ્યું કે, મારુ નામ દાનિશ કનેરીયા છે, અને હું ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ તરફથી 2012માં મારા પર લગાવવામાં આવેલા આરોપોનો સ્વીકાર કરું છું.

215333.4 1 e1539848130636 આ પાકિસ્તાની ક્રિકેટરે મેચ ફિક્સિંગમાં સંડોવાયેલા હોવાનો કર્યો સ્વીકાર

લેગ સ્પિનર કનેરીયાએ કહ્યું કે એમને આ કામ પર પશ્ચાતાપ છે, તે ઈચ્છે છે કે તેની પર લગાવવામાં આવેલો આજીવન પ્રતિબંધ ખતમ કરવામાં આવે.