Not Set/ પાક.માં કોઈ ક્રિકેટ ટીમ રમવા તૈયાર નથી ત્યારે PCB દ્વારા આપવામાં આવી રહી છે લુભાવની ઓફર, જુઓ

ઇસ્લામાબાદ, ૨૦૧૯માં યોજાનારા વર્લ્ડકપ માટે યોજાઈ રહેલા ક્વોલિફાયર મેચમાં વેસ્ટ ઇન્ડીઝ હાલ પોતાની મેચ રમી રહી છે. આ ટુર્નામેન્ટ આગામી ૨૫ માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ કેરેબિયન ટીમ આતંક પ્રભાવિત પાકિસ્તાનના પ્રવાસે જવાની છે પરંતુ આ પહેલા જ ટીમના સાથી ખેલાડીઓ પાકિસ્તાન જવા માટે પોતાની નામંજૂરી દર્શાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ […]

Sports
Pakistan Cricket Board PCB has banned several players including Shahid Afridi પાક.માં કોઈ ક્રિકેટ ટીમ રમવા તૈયાર નથી ત્યારે PCB દ્વારા આપવામાં આવી રહી છે લુભાવની ઓફર, જુઓ

ઇસ્લામાબાદ,

૨૦૧૯માં યોજાનારા વર્લ્ડકપ માટે યોજાઈ રહેલા ક્વોલિફાયર મેચમાં વેસ્ટ ઇન્ડીઝ હાલ પોતાની મેચ રમી રહી છે. આ ટુર્નામેન્ટ આગામી ૨૫ માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ કેરેબિયન ટીમ આતંક પ્રભાવિત પાકિસ્તાનના પ્રવાસે જવાની છે પરંતુ આ પહેલા જ ટીમના સાથી ખેલાડીઓ પાકિસ્તાન જવા માટે પોતાની નામંજૂરી દર્શાવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાના ખેલાડીઓને પાકિસ્તાનનો પ્રવાસ ખેડવા માટે હવે અનેક લુભાવની ઓફર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને પ્રતિ મેચ ૨૫,૦૦૦ અમેરિકી ડોલર (અંદાજે ૧૬.૫ લાખ) આપવાનુ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચની શ્રેણી રમાવવાની છે. કરાચીમાં આ ત્રણ મેચો અનુક્રમે ૧, ૨ અને ૩ એપ્રિલના રોજ રમાશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ (CWI) દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સમાવિષ્ટ ખેલાડીઓ ઉપરાંત તે તમામ ક્રિકેટરોનો સંપર્ક સાધવામાં આવ્યો છે. જેઓ સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ સિસ્ટમથી બહાર છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કોઈ પણ ભોગે આ શ્રેણી પોતાના દેશમાં યોજવા માંગે છે. ત્યારે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓને આપવામાં આવનારી વધારાની રકમ પણ PCB ઉપલબ્ધ કરાવવાનું છે. પરંતુ આ વધારાની રકમ કેરેબિયન ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ મુજબ તેમની કુલ સેલેરીથી ૭૦ ટકા વધુ હશે.

ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના CEO જોની ગ્રેવના જણાવ્યા અનુસાર, ” વેસ્ટ ઇન્ડીઝનો હેતુ પાકિસ્તાનમાં ક્રિકેટની રમતને વધારો આપવાનો છે. આ માટે તેઓ PCBના રૂપિયાથી માત્ર પોતાનો જ લાભ કમાવવાને બદલે તેનો પૂરો ઉપયોગ કરી રહ્યા છીએ.

મહત્વનું છે કે, વર્ષ ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયા બાદ પાકિસ્તાનમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ઝિમ્બાબ્વેએ રમી હતી. આ પ્રવાસ દરમિયાન પણ પાકિસ્તાન દ્વારા ૧૨,૫૦૦ અમેરિકી ડોલર આપવામાં આવ્યા હતા.