નવી દિલ્હી,
ભારતીય ટીમ આગામી ૨૧મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસે છે, ત્યારે આ પહેલા ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને જીત કેવી રીતે મેળવવી તે અંગે ટીમના ઝડપી બોલર મોહમ્મદ શામીએ એક ખુલાસો કર્યો છે.
મોહમ્મદ શામીએ જણાવ્યું હતું કે, “તેઓ પોતાના પ્રતિબંધીઓના વીડિયો જોઇને ઓસ્ટ્રેલિયા વિરુધ સામે રમાનારી સિરીઝની પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છે”.
શામીએ ઈંગ્લેંડના પ્રવાસ અંગે કહ્યું, “જ્યાં સુધી ઝડપી બોલરોનો સવાલ છે, તો ઈંગ્લેંડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેઓએ સારું પ્રદર્શન કર્યું હતું. અમે ઓસ્ટ્રેલિયા વિરુધની શ્રેણી માટે તૈયારી કરી રહ્યા છે અને ઘણા પ્રકારના વીડિયો જોઈ રહ્યા છીએ”.
કાંગારું ટીમમાં પૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથ અને વોર્નરની ગેરહાજરી અંગે તેઓએ કહ્યું, “જો આ બંને ખેલાડીઓ રમતા નથી, તો નિશ્ચિતપણે તેમની ટીમ કમજોર હશે, પરંતુ તમારે પોતાની રણનીતિ મુજબ જ ચાલવું જોઈએ અને પોતાના મજબૂત પક્ષ પર જ કામ કરવું જોઈએ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારત કાંગારુઓ સામે ૩ ટી-૨૦, ૪ ટેસ્ટ મેચ અને ૩ વન-ડે મેચની શ્રેણી રમવાનું છે.