Not Set/ પ્રો-કબ્બડી લીગ હરાજી : મોનૂ ગોયત પર લાગી સૌથી વધું ૧.૫૧ કરોડ રૂપિયાની બોલી

નવી દિલ્હી, દેશની સૌથી લોકપ્રિય લીગમાની એક પ્રો-કબ્બડી લીગની ગુરુવારથી નીલામી હાથ ધરવામાં આવી રહી છે. હરાજીના પ્રથમ દિવસે કુલ ૬ ખેલાડીઓએ એક કરોડ રૂપિયા કરતા વધુ રકમ પાર કરીને ઈતિહાસ રચ્યો છે. આ કુલ ૬ ખેલાડીઓમાં હરિયાણા સ્ટીલર્સના ખેલાડી મોનૂ ગોયત પર સૌથી વધુ ૧.૫૧ કરોડ રૂપિયાની બોલી લાગી હતી. પ્રો-કબ્બડી લીગની યુ મુંબા […]

Sports
LigEYp0vo8 પ્રો-કબ્બડી લીગ હરાજી : મોનૂ ગોયત પર લાગી સૌથી વધું ૧.૫૧ કરોડ રૂપિયાની બોલી

નવી દિલ્હી,

દેશની સૌથી લોકપ્રિય લીગમાની એક પ્રો-કબ્બડી લીગની ગુરુવારથી નીલામી હાથ ધરવામાં આવી રહી છે. હરાજીના પ્રથમ દિવસે કુલ ૬ ખેલાડીઓએ એક કરોડ રૂપિયા કરતા વધુ રકમ પાર કરીને ઈતિહાસ રચ્યો છે. આ કુલ ૬ ખેલાડીઓમાં હરિયાણા સ્ટીલર્સના ખેલાડી મોનૂ ગોયત પર સૌથી વધુ ૧.૫૧ કરોડ રૂપિયાની બોલી લાગી હતી.

પ્રો-કબ્બડી લીગની યુ મુંબા ટીમે ઈરાનના ફજલ અત્રાચલીને એક કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ પહેલા વિદેશી ખેલાડીની બેસ પ્રાઈઝ ૨૦ લાખ રૂપિયા હતી.

જયારે દીપક હુડ્ડા પ્રો-કબ્બડી લીગના કરોડપતિ ગ્રુપમાં સ્થાન મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. દીપક હુડ્ડાને જયપુર પિંક પેન્થર્સની ટીમે ૧.૧૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમ સાથે જોડ્યો છે.

પ્રો-કબ્બડી લીગની ફ્રેન્ચાઇઝી તેલુગુ ટાઈટન્સની ટીમે રાહુલ ચૌધરી પર બીજી સૌથી વધુ ૧.૨૯ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ પહેલા રાહુલ ચૌધરી પર દિલ્હીની ટીમે સૌથી વધુ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ ફાઈનલ બિડ મેચમાં તેલુગુ ટાઈટન્સે બાજી મારી હતી.

ઈરાનના ફજલ અત્રાચલીએ આ અંગે જણાવતા કહ્યું, “તેઓ પોતાના બીજા ઘર યુ મુંબામાં પાછો આવીને ખુબ ખુશ છે. યુ મુંબા માટે મારા મનમાં ખુબ સન્માન છે કારણ કે, પીકેએલમાં મારો સફર અહિયાથી જ શરુ થયો હતો. હું એ પ્રો-કબ્બડીમાં સૌથી વધુ રૂપિયાની બોલી લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે, જે ખરેખર એક અવિશ્વસનીય અનુભૂતિ છે.