Not Set/ આયર્લેન્ડ સામેની મેચમાં રૈનાએ રચ્યો ઈતિહાસ, ધોની સહિતના ખેલાડીઓ પણ રહ્યા પાછળ, જુઓ

ડબ્લિન, ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બે ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચમાં  વિરાટ બ્રિગેડે શાનદાર વિજય મેળવ્યો હતો. બીજી ટી-૨૦ મેચમાં ભારતે કે એલ રાહુલ અને સુરેશ રૈનાની શાનદાર અડધી સદીના સહારે ૨૧૩ રનનો સ્કોર ખડકયો હતો. ૨૧૪ રનના જવાબમાં યજમાન ટીમ માત્ર ૭૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ૧૪૩ રને જીત મેળવી હતી. જો કે આ મેચમાં […]

Trending Sports
14suresh આયર્લેન્ડ સામેની મેચમાં રૈનાએ રચ્યો ઈતિહાસ, ધોની સહિતના ખેલાડીઓ પણ રહ્યા પાછળ, જુઓ

ડબ્લિન,

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી બે ટી-૨૦ શ્રેણીની અંતિમ મેચમાં  વિરાટ બ્રિગેડે શાનદાર વિજય મેળવ્યો હતો. બીજી ટી-૨૦ મેચમાં ભારતે કે એલ રાહુલ અને સુરેશ રૈનાની શાનદાર અડધી સદીના સહારે ૨૧૩ રનનો સ્કોર ખડકયો હતો. ૨૧૪ રનના જવાબમાં યજમાન ટીમ માત્ર ૭૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ૧૪૩ રને જીત મેળવી હતી.

જો કે આ મેચમાં ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ ૬૯ રન બનાવવાની સાથે એક રેકોર્ડ બનાવીને ઈતિહાસ પણ સર્જ્યો છે અને પૂર્વ કેપ્ટન એમ એસ ધોની સહિતના ખેલાડીઓ આ મામલે પાછળ છોડ્યા છે.

ms dhoni m1 આયર્લેન્ડ સામેની મેચમાં રૈનાએ રચ્યો ઈતિહાસ, ધોની સહિતના ખેલાડીઓ પણ રહ્યા પાછળ, જુઓ

આયર્લેન્ડ સામેની મેચ ભારતીય ટીમ માટે ખુબ અગત્યની મેચ હતી કારણ કે, આ ભારતની આ ૧૦૧મી ટી-૨૦ મેચ હતી, ત્યારે આ મેચમાં મેદાનમાં ઉતરવાની સાથે જ રૈના પણ એક માત્ર ભારતીય ખેલાડી બન્યો છે જે પ્રથમ, ૧૦૦મી અને ૧૦૧મી મેચ આમ તમામ મેચ રમ્યો છે.

બીજી બાજુ સુરેશ રૈનાની સાથે સાથે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે પણ આ ઉપલબ્ધી હાંસલ કરવાનો મૌકો હતો, પરંતુ આયર્લેન્ડ સામેની મેચમાં ધોનીને આરામ આપવામાં આવ્યો હતો અને દિનેશ કાર્તિકને સ્થાન આપવામાં આવ્યું હતું. એમ એસ ધોનીએ ભારત તરફથી પ્રથમ અને ૧૦૦મી મેચ રમી હતી.

પાડોશી દેશો શ્રીલંકા અને પાકિસ્તાન બાદ ભારત ત્રીજો દેશ બન્યો છે જ્યાંના ખેલાડીઓએ દેશના પ્રથમ અને ૧૦૦મી ટી-૨૦ મેચ રમી છે.

ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચ ટી-૨૦ મેચ ૧ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં ધોની અને સુરેશ રૈના પણ એકસાથે પહેલી મેચમાં મેદાને ઉતર્યા હતા.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ ૧૨૧ રન બનાવ્યા હતા. ૧૨૨ના જવાબમાં ભારતે આ સ્કોર ૪ વિકેટના નુકશાને જ વટાવ્યો હતો.