Not Set/  પાંચ લાખથી વધુના ચેક આપતા પહેલા RBI ના આ નવા નિયમ વિશે જાણો

અગાઉ, 1 જાન્યુઆરીએ આરબીઆઈએ ‘પોઝિટિવ પે સિસ્ટમ’ નામે ચેક પેમેન્ટ માટે આ માર્ગદર્શિકા બહાર પાડી હતી. હવે તેની રકમ 50,000 થી વધારીને 5 લાખ અથવા વધુ કરવામાં આવી છે.

Trending Business
વરસાદ 3  પાંચ લાખથી વધુના ચેક આપતા પહેલા RBI ના આ નવા નિયમ વિશે જાણો

જો તમે પણ મોટાભાગના પેમેન્ટ માટે ચેકનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નવા નિયમો અનુસાર, હવે જો તમે પાંચ લાખ કે તેથી વધુની રકમ માટે ચેક આપી રહ્યા છો તો આ માટે તમારે પહેલા તમારી બેંકને જાણ કરવી પડશે.

જો તમે આમ ન કરો તો તમારો ચેક બાઉન્સ થઈ જશે, અને તમારે દંડ ભરવો પડી શકે છે. RBI એ બેંક છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિયમ ફરજિયાત બનાવ્યો છે.

નવા નિયમ અંગે, એક બેંક મેનેજરે માહિતી આપી કે, “ખાતાધારકને પાંચ લાખ કે તેથી વધુની રકમ નો ચેક આપતાં પહેલા, બેંક મેનેજર અથવા સંબંધિત અધિકારીને જાણ કરવી જરૂરી છે. તમે અહીં આવીને આ માહિતી આપી શકો છો. શાખા બેંક પાસે ચેક વિશે અગાઉથી માહિતી હોવી જોઈએ, નહીંતર તમારો ચેક સ્વીકારવામાં આવશે નહીં.

અન્ય એક બેન્ક મેનેજરે કહ્યું, “કેટલીક બેન્કો તેમના ગ્રાહકોને ચેક વિશે પૂછે છે. જો ખાતાધારક ચેક અંગે  ઇનકાર કરે છે, તો બેંક તરત જ પેમેન્ટ અટકાવી દે છે. જો કે, હવે આ નવા નિયમથી ગ્રાહકો છેતરપિંડીથી બચી જશે. નવી માર્ગદર્શિકા હેઠળ અત્યાર સુધી ઘણા ચેક  સ્ટોપ પેમેન્ટ કરવામાં આવ્યા છે.

વરિષ્ઠ નાગરિકોને નવા નિયમથી મુશ્કેલી પડી શકે છે

જો કે બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા લોકોનું કહેવું છે કે આ નવા નિયમ અંગે ગ્રાહકોમાં મૂંઝવણ છે. ઘણા લોકો માને છે કે આના કારણે વરિષ્ઠ નાગરિકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

એક બેંક અધિકારીના જણાવ્યા અનુસાર, “જો ગ્રાહકને તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવા હોય, તો તે આ માટે NEFT અથવા RTGS સુવિધાનો ઉપયોગ કરી શકે છે. જો કે, NEFT માટે, ખાતાધારકને ઓનલાઈન બેન્કિંગ સુવિધા હોવી જોઈએ.

મોટા ભાગના વરિષ્ઠ નાગરિકોને આ વિશે માહિતી નથી. આવા વરિષ્ઠ નાગરિકોએ બેંક શાખામાં જઈને ફોર્મ ભરવું પડશે અને ચેકને લગતી તમામ માહિતી આપવી પડશે. જે તેમના માટે સમસ્યા બની શકે છે. “

તમને જણાવી દઈએ કે આ પહેલા RBI એ ‘પોઝિટિવ પે સિસ્ટમ’ ના નામે 1 જાન્યુઆરીએ ચેક પેમેન્ટ માટે આ ગાઈડલાઈન જારી કરી હતી. આ નિયમો 50,000 કે તેથી વધુ રકમના ચેક પર લાગુ કરવામાં આવ્યા હતા. હવે તેની રકમ વધારીને 5 લાખ કે તેથી વધુ કરવામાં આવી છે.

Covid-19 / કોરોનાની ત્રીજી લહેરની લગભગ દસ્તક, છેલ્લા 24 કલાકમાં ફરી નોંધાયા 40 હજારથી વધુ કેસ

હવામાન / હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ 49.20 ટકા

રાજકોટ / કરોડો રૂપિયાની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઇ, SOG અને ડ્રગ વિભાગની મોટી રેડ