Not Set/ ટીમ ઇન્ડિયાના હિટ-મેને ફરી હુંકાર, કહ્યું, ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોને આ રીતે કરીશું પસ્ત

બ્રિસબેન, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ ઇન્ડિયા ત્રણ ટી-૨૦, ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાવવાની  ચ છે, ત્યારે આ કપરા પ્રવાસની શરૂઆત પહેલા ભારતીય ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રોહિત શર્માએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોને આ પરિસ્થિતિમાં પોતાના લાંબા કદનો મોટો ફાયદો મળશે, પરંતુ પોતાની […]

Trending Sports
bcf8e 15420407096399 800 ટીમ ઇન્ડિયાના હિટ-મેને ફરી હુંકાર, કહ્યું, ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોને આ રીતે કરીશું પસ્ત

બ્રિસબેન,

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ ઇન્ડિયા ત્રણ ટી-૨૦, ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાવવાની  ચ છે, ત્યારે આ કપરા પ્રવાસની શરૂઆત પહેલા ભારતીય ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

રોહિત શર્માએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોને આ પરિસ્થિતિમાં પોતાના લાંબા કદનો મોટો ફાયદો મળશે, પરંતુ પોતાની ટીમ (ભારત) પણ આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ઝડપી પિચો પર રમવું એટલું સહેલું નથી. ભારતે હંમેશાની માટે પર્થ તેમજ બ્રિસબેનમાં ક્રિકેટ રમી છે. આ મેદાનોમાં પરિસ્થિતિ ખુબ પડકારદાયક હોય છે અને ઓસ્ટ્રેલિયાના લાંબા ઝડપી બોલરો આ સમયનો પૂરો ફાયદો ઉઠાવે છે”.

ભારતીય ટીમની તૈયારી અંગે તેઓએ કહ્યું, “ભારતીય બેટ્સમેન સમાન્ય રીતે એટલા લાંબા હોતા નથી, પરંતુ આ વખતે ટીમ ઇન્ડિયા પૂરી તૈયારી સાથે પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે”.

હિટ-મેન તરીકે ઓળખાતા રોહિત શર્માએ કહ્યું, “અમારા બેટ્સમેન માટે આ એક પડકાર છે, પરંતુ ઘણા ખેલાડીઓ આ પહેલા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચુક્યા છે અને આ પરિસ્થિતિથી વાકેફ છે”.