Not Set/ IPL -12 : સ્ટાર ઇન્ડિયાને 2100 કરોડની જાહેરાતની આવક,22 ચેનલો પર થશે પ્રસારણ

આઈપીએલ-12: 2100 કોરડથી વધારેની એડ આવી એડ મારફતે આવક અનેકગણી વધતાં સ્ટાર ઇન્ડિયાના કર્મીઓ ખુશખુશાલ : 22 ચેનલો ઉપર પ્રસારણ કરાશેગયા વર્ષ કરતા 20 ટકા વધારે આવક થઇસ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12 મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે. છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ગણી વધારે રકમ મળનાર છે. […]

Trending Sports
trp 14 IPL -12 : સ્ટાર ઇન્ડિયાને 2100 કરોડની જાહેરાતની આવક,22 ચેનલો પર થશે પ્રસારણ

આઈપીએલ-12: 2100 કોરડથી વધારેની એડ આવી એડ મારફતે આવક અનેકગણી વધતાં સ્ટાર ઇન્ડિયાના કર્મીઓ ખુશખુશાલ : 22 ચેનલો ઉપર પ્રસારણ કરાશેગયા વર્ષ કરતા 20 ટકા વધારે આવક થઇસ્ટાર ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રિમિયર લીગની 12 મી આવૃત્તિમાં જાહેરાત મારફતે 21 અબજ રૂપિયાની જંગી આવક કરી લીધી છે.

છેલ્લી આઈપીએલની સરખામણીમાં તેને 20 ગણી વધારે રકમ મળનાર છે. બ્રોડકાસ્ટરને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મથી કુલ મળીને 1750 કરોડ રૂપિયાની કમાણી 2018 માં થઇ હતી. સ્ટારના વરિષ્ઠ કારોબારીએ માહિતી આપતા કહ્યું છે કે, આ કંપની માટે ખુબ સારી બાબત છે. જાહેરાતોને લઇને જવાબ પણ શાનદાર મળી રહ્યો છે. છેલ્લી આઈપીએલને લઇને કરવામાં આવેલી અમારી મહેનત અને આ વર્ષની તૈયારીના આ પુરાવા છે. 80 ટકાથી વધારે ઇવેન્ટરીનું વેચાણ કરવામાં આવી ચુક્યું છે. આઈપીએલ-૧૯ની શરૂઆત 23મી માર્ચના દિવસે થશે.

મોગે મિડિયાના ચેરમેન ડોક્ટર સંદીપ ગોયેલે કહ્યું છે કે, આ વર્ષે સ્ટાર દ્વારા જોરદાર દેખાવ રહેનાર છે. ગયા સપ્તાહ સુધી સ્ટારની પાસે 2100 કરોડ રૂપિયાની જાહેરાતો આવી ગઈ હતી. સ્ટારને અલગ અલગ ભાષાઓમાં આઈપીએલનું પ્રસારણ કરવાની રણનીતિથી પણ ફાયદો થયો છે.

આ સિઝનમાં ટીવી અને હોટસ્ટાર ઉપર આવનાર મોટી જાહેરાતોમાં કોકોકોલા, વિવો, ઓપો, સ્વિગી, મારુતિ સુઝુકી, એમઆરએફ, વોલ્ટાજ, એશિનય પેઇન્ટ્‌સ, સેમસંગ એલઇડી, ફ્યુચર ગ્રુપ, વિમલ પાનમસાલા, મોબાઇલ પ્રિમિયર લીગ અને પોલીકેબનો સમાવેશ થાય છે. એમેઝોન પે, ફ્લિપકાર્ટ, મુદ્રા ગારમેન્ટ, નેસ્લેના મેગી જેવા પ્રોડક્ટે માત્ર હોટ સ્ટાર ઉપર ડિજિટલી સ્પોન્સરશીપ મેળવી છે. 12 ચેનલો ઉપર છ ભાષામાં પ્રસારણ કરવામાં આવનાર છે. આ વર્ષે બ્રોડકાસ્ટર 22 ચેનલો ઉપર આઈપીએલનું પ્રસારણ કરનાર છે.