Not Set/ ટોમ વડકકન કોઈ મોટા નેતા નહોતા: રાહુલ ગાંધી

દિલ્હી, હજુ એક દિવસ પહેલા જ કોંગ્રેસ છોડીને  ભાજપ તમાં જોડાનાર ટોમ વડક્ક્નને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટુ નિવેદન આપ્યું છે.રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં આ અંગે પ્રતિક્રિયા આપતા આ વાતને નકારી દીધી કે ટોમ વડક્ક્નના ભાજપમાં જવાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. તેમણે કહ્યું, “વડક્ક્ન કોઈ મોટા નેતા નહોતા”. આપને જણાવી દઈએ કે ટોમ વડક્ક્ન […]

Top Stories India Trending
ppl 11 ટોમ વડકકન કોઈ મોટા નેતા નહોતા: રાહુલ ગાંધી

દિલ્હી,

હજુ એક દિવસ પહેલા જ કોંગ્રેસ છોડીને  ભાજપ તમાં જોડાનાર ટોમ વડક્ક્નને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટુ નિવેદન આપ્યું છે.રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં આ અંગે પ્રતિક્રિયા આપતા આ વાતને નકારી દીધી કે ટોમ વડક્ક્નના ભાજપમાં જવાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. તેમણે કહ્યું, “વડક્ક્ન કોઈ મોટા નેતા નહોતા”.

આપને જણાવી દઈએ કે ટોમ વડક્ક્ન એક દિવસ પહેલાં ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે મારી પાસે કોઈ વિકલ્પ હતો નહી.ટોમ વડક્ક્ને કહ્યું કે પુલવામા હુમલા બાદ, સેનાને લઈને કોંગ્રેસના નિવેદનથી ઘણા દુઃખી હતા અને તેમણે ભારે હૃદયથી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે દેશભક્તિથી કોઈ સમજુતી કરી શકાતી નથી. વડક્કને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે કોંગેસમાં યુઝ એન્ડ થ્રો કલ્ચર છે અને તે મારા માટે સ્વીકાર્ય નથી. મેં કોંગ્રેસને 20 વર્ષ આપ્યા, પણ પક્ષમાં વંશવાદ હાવી થતો જઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે ટોમ વડક્ક્ને સોનિયા ગાંધીના ખૂબ નજીક માનવામાં આવી રહ્યા છે.દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયેલા ટોમ વડક્કનએ કહ્યું કે તેઓ કોંગેસના  વંશવાદ રાજકારણથી હતાશ થયા હતા અને તેનાથી કંટાળીનેે પક્ષ છોડવાનો નિર્ણય કર્યો હતો.

બીજી તરફ, લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા પછી વડકકનો જૂનો ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે. જણાવીએ કે તેમણે 3 ફેબ્રુઆરીના રોજ ટ્વિટરની પ્રતિક્રિયામાં કહ્યું – એક વાર તમે ભાજપમાં જોડાયા પછી તમારા બધા ગુનાઓને સાફ થઇ જાય છે.