Not Set/ ટીમ ઇન્ડીયાના કોચ રવિ શાસ્ત્રીએ “કેપ્ટન કોહલી”ને અસાધારણ ખેલાડી ગણાવતા કહ્યું કઈક ખાસ, વાંચો.

નોટિંઘમ, નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભરતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૫૨૧ રનના વિશાળ ટાર્ગેટ સામે યજમાન ટીમ ૩૧૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી, ત્યારે હવે ટીમ ઇન્ડીયાના કોચ રવિ શાસ્ત્રીએ કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતા તેઓને “અસાધારણ ખેલાડી” ગણાવ્યા છે. ભારતીય ટીમના કોચે […]

Trending Sports
l 1 ટીમ ઇન્ડીયાના કોચ રવિ શાસ્ત્રીએ "કેપ્ટન કોહલી"ને અસાધારણ ખેલાડી ગણાવતા કહ્યું કઈક ખાસ, વાંચો.

નોટિંઘમ,

નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભરતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૫૨૧ રનના વિશાળ ટાર્ગેટ સામે યજમાન ટીમ ૩૧૭ રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી, ત્યારે હવે ટીમ ઇન્ડીયાના કોચ રવિ શાસ્ત્રીએ કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતા તેઓને “અસાધારણ ખેલાડી” ગણાવ્યા છે.

ભારતીય ટીમના કોચે કહ્યું હતું કે, “કેપ્ટન વિરાટ કોહલીનું જનૂન એકદમ અલગ છે અને ક્રિકેટની રમતને લઇ તેઓની સમજણ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર જેવી છે”.

રવિ શાસ્ત્રીએ “સ્કાઈ સ્પોર્ટ્સ”ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “કોહલીમાં રમતને લઇ ખુબ જ અલગ જનૂન છે. તેઓને બેટિંગ કરવી ખુબ પસંદ છે. તેઓ સખ્ત મહેનત કરવાનું પસંદ કરે છે અને ક્રીક્રેત પ્રત્યેની લગન અસાધારણ છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “મેં આ પ્રકારનો કોઈ ખેલાડી જોયો નથી. મેચની તૈયારીઓ, સ્થિતિને ધ્યાનમાં રાખવાની બાબતમાં સચિન તેંડુલકરને આ શ્રેણીમાં રાખીશ, તેઓ આ પ્રકારની યોજના બનાવતા હતા”.

મહત્વનું છે કે, વિરાટ કોહલી ઈંગ્લેંડ સામે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં ૨ સદી સાથે ૭૩.૩૩ના એવરેજથી ૪૪૦ રન બનાવી ચુક્યા છે. ટ્રેન્ટબ્રિજ ટેસ્ટ મેચમાં પણ કોહલીએ મેચની બંને ઇનિંગ્સમાં ૯૭ અને ૧૦૩ રન ફટકાર્યા હતા અને “મેન ઓફ ધ મેચ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.