Not Set/ પાકિસ્તાની ઓપનર ફખર ઝમાને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ, દુનિયાના તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ

બુલાવાયો, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની ચોથી મેચમાં મહેમાન ટીમના ઓપનર ફખર ઝમાને શાનદાર બેવડી સદી ફટકારી હતી અને આ સાથે જ પાકિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો, ત્યારે હવે ઝમાને ઝિમ્બાબ્વે સામેની અંતિમ મેચમાં પણ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. Congratulations to @FakharZamanLive! @TheRealPCB opener becomes the fastest batsman to get to 1000 ODI runs, reaching the […]

Trending Sports
fakhar zaman scored double hundred in odi 1532085385 પાકિસ્તાની ઓપનર ફખર ઝમાને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ, દુનિયાના તમામ દિગ્ગજોને છોડ્યા પાછળ

બુલાવાયો,

પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની ચોથી મેચમાં મહેમાન ટીમના ઓપનર ફખર ઝમાને શાનદાર બેવડી સદી ફટકારી હતી અને આ સાથે જ પાકિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો, ત્યારે હવે ઝમાને ઝિમ્બાબ્વે સામેની અંતિમ મેચમાં પણ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

૨૮ વર્ષીય ફરક ઝમાને વન-ડેમાં અત્યારસુધીમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઝિમ્બાબ્વે સામેની અંતિમ મેચમાં મેદાને ઉતરેલા જમાને ૨૦ રન બનાવવાની સાથે જ વન-ડે કારકિર્દીમાં ૧૦૦૦ રન પુરા કર્યાં હતા અને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન ઝમાને માત્ર ૧૮ ઇનિંગ્સમાં જ એક હજાર રન પુરા કર્યાં હતા અને અને દુનિયાના તમામ દિગ્ગજ બેટ્સમેનને પાછળ છોડ્યા છે.વન-ડે સૌથી પહેલા વેસ્ટ ઇન્ડીઝના મહાન બેટ્સમેન સર વિવિયન રિચર્ડે ૧૯૮૦માં ૨૧ ઇનિંગ્સમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ચોથી મેચમાં પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન ફખર ઝમાને શાનદાર બેવડી સદી ફટકારી હતી અને આ બેવડી સદી ફટકારવાની સાથે જ પાકિસ્તાનનો પ્રથમ જયારે દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.

આ ઉપરાંત ફખર ઝમાને એક ઇનિંગ્સમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન ફટકારવાના રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ પહેલા અનવરે ૧૯૯૭માં ભારત વિરુધ ૧૯૪ રન ફટકાર્યા હતા.

પાકિસ્તાની ઓપનર ફખર ઝમાને ૧૫૬ બોલમાં અણનમ ૨૧૦ રન ફટકાર્યા છે. જમાને પોતાની બેવડી સદી દરમિયાન ૨૪ ફોર અને ૫ છક્કા ફટકાર્યા હતા.