Not Set/ U-૨૦ ફૂટબોલ : ભારતે ૬ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આર્જેન્ટીનાને હરાવી સર્જ્યો ઈતિહાસ

મેડ્રિડ, સ્પેનમાં રમાઈ રહેલા અન્ડર-૨૦ કોટિફ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે મોટો ઉલટફેર કર્યો છે. ભારતની અન્ડર ૨૦ ટીમે ૬ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આર્જેન્ટીનાને ૨-૧થી હરાવી છે. આ મેચમાં ભારત માટે દીપક ટાંગરીએ ચોથી મિનિટમાં અને અનવર અલીએ ૬૮મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી છે. જયારે આર્જેન્ટીનાનની ટીમ માટે ગિલે ૭૨મી મિનિટમાં […]

Trending Sports
714273 india u20 football team twitter 1 U-૨૦ ફૂટબોલ : ભારતે ૬ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આર્જેન્ટીનાને હરાવી સર્જ્યો ઈતિહાસ

મેડ્રિડ,

સ્પેનમાં રમાઈ રહેલા અન્ડર-૨૦ કોટિફ કપ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે મોટો ઉલટફેર કર્યો છે. ભારતની અન્ડર ૨૦ ટીમે ૬ વારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આર્જેન્ટીનાને ૨-૧થી હરાવી છે.

આ મેચમાં ભારત માટે દીપક ટાંગરીએ ચોથી મિનિટમાં અને અનવર અલીએ ૬૮મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને શાનદાર જીત અપાવી છે. જયારે આર્જેન્ટીનાનની ટીમ માટે ગિલે ૭૨મી મિનિટમાં એક માત્ર ગોલ કર્યો હતો.

ભારતીય ટીમ માટે દીપક ટાંગરીએ મેચની ચોથી જ મિનિટમાં જ ગોલ કરીને પોતાની ટીમ માટે ખાતું ખોલ્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમે આર્જેન્ટીના સામે પોતાની આક્રમક રમત યથાવત રાખતા આર્જેન્ટીનાને પ્રથમ હાફમાં ગોલ કરવા કોઈ મૌકો આપ્યો ન હતો.

જો કે ત્યારબાદ મેચના બીજા હાફમાં ભારતે પોતાની રમત યથાવત રાખતા અનવર અલીએ કેપ્ટન અમરજીત સિંહ કિયામ પાસેથી મળેલા પાસને ગોલમાં પ્રવર્તિત કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. પરંતુ મેચની ૬૮મી મિનિટમાં અલીએ ફ્રી કિક દ્વારા ગોલ કરતા ભારતને ૨-૦ની લીડ અપાવી હતી.

આર્જેન્ટીના તરફથી ૭૨મી મિનિટમાં ગિલે પોતાની ટીમ માટે ગોલ કર્યો હતો, જો કે આ ગોલ ટીમના વિજય માટે જરૂરી ન હતો. ત્યારબાદ ભારતના ડિફેન્સે આર્જેન્ટીનાના ખેલાડીઓને કોઈ મૌકો ન આપતા અંતે ભારતીય ટીમે આ મેચ ૨-૧થી જીતી હતી.