Not Set/ શું હોય છે અખાડા, કેવી રીતે બને છે, જાણો તેની પરંપરા વીશે..

શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન પંથના સન્યાસીઓની માન્યતા પ્રાપ્ત કુલ 13 અખાડા છે. પહેલા આશ્રમોના અખાડાને બેડા એટલે કે સાધુઓનો સમૂહ કહેવામાં આવતો હતો. પહેલા અખાડા શબ્દનું ચલણ ન હતું,સાધુઓના સમૂહમાં પીર અને તદ્દવીર હોતા હતા

Trending Dharma & Bhakti
akhado 2 શું હોય છે અખાડા, કેવી રીતે બને છે, જાણો તેની પરંપરા વીશે..

શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન પંથના સન્યાસીઓની માન્યતા પ્રાપ્ત કુલ 13 અખાડા છે. પહેલા આશ્રમોના અખાડાને બેડા એટલે કે સાધુઓનો સમૂહ કહેવામાં આવતો હતો. પહેલા અખાડા શબ્દનું ચલણ ન હતું. સાધુઓના સમૂહમાં પીર અને તદ્દવીર હોતા હતા. અખાડા શબ્દનું ચલણ મુગલકાળથી શરુ થયું. અખાડા સાધુઓનો તે સમૂહ છે જે સત્રવિદ્યામાં પણ પારંગત રહે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે, અલખ શબ્દ માંથી જ અખાડા શબ્દ બન્યો છે. કેટલાક માને છે કે અક્ખડ ઉપરથી કે આશ્રમ ઉપરથી આ શબ્દ બન્યો છે.

અખાડા પરિષદના પ્રમુખની પસંદગી

કુંભમેળા જેવા વિશાળ ધાર્મિક કાર્યક્રમોના અવસર પર સંતો- સંતો વચ્ચે સંઘર્ષની વધતી ઘટનાઓને રોકવા માટે અખાડા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કુલ 13 અખાડાઓ હોય છે. આ તમામ અખાડા લોકશાહી રીતે ચૂંટાયેલા પ્રમુખ અને સચિવ દ્વારા ચલાવવામાં આવે છે. અખાડા પરિષદની બેઠકમાં સર્વસંમતિથી અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે.

મુખ્ય પારંપરીક 13 અખાડા

કુંભ કે અર્ધકુંભમાં સાધુ-સંતોના કુલ 13 અખાડાઓ દ્વારા ભાગ લેવામાં આવે છે. આ અખાડાઓની પ્રાચીન કાળથી જ સ્નાન પર્વની પરંપરા ચાલતી આવી રહી છે. જેમાં શૈવ સન્યાસી સંપ્રદાયના 7 અખાડા છે જેમાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી – દારાગંજ પ્રયાગ (ઉત્તર પ્રદેશ), શ્રી પંચ અટલ અખાડા – ચૈક હનુમાન, વારાણસી (ઉત્તર પ્રદેશ). શ્રી પંચાયતી અખાડા નીરંજની -દારાગંજ, પ્રયાગ (ઉત્તર પ્રદેશ), શ્રી તપોનિધિ આનંદ અખાડા પંચાયતી – ત્ર્યંબકેશ્વર, નાસિક (મહારાષ્ટ્ર), શ્રી પંચદશનામ જુના અખાડા – બાબા હનુમાન ઘાટ, વારાણસી (ઉત્તર પ્રદેશ), શ્રી પંચદશનામ આવાહન અખાડા – દશાશ્વમેઘ ઘાટ, વારાણસી (ઉત્તર પ્રદેશ), શ્રી પંચદશનામ પંચ અગ્નિ અખાડા – ગીરીનગર, ભવનાથ, જુનાગઢ (ગુજરાત) છે. જયારે વૈરાગી વૈષ્ણવ સંપ્રદાયના 3 અખાડા છે જેમાં શ્રી દિગમ્બર અણી અખાડા – શામળાજી ખાકચોક મંદિર, સાંબરકાંઠા (ગુજરાત), શ્રી નિર્વાની આની અખાડા – હનુમાન ગાદી, અયોધ્યા (ઉત્તર પ્રદેશ), શ્રી પંચ નિર્મોહી અણી અખાડા – ધીર સમીર મંદિર બંસીવટ, વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)નો સમાવે શ થાય છે. જ્યારે ઉદાસીન સંપ્રદાયના 3 અખાડા છે. શ્રી પંચાયતી બડા ઉદાસીન અખાડા – ક્રષ્ણનગર, કીટગંજ, પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ), શ્રી પંચાયતી અખાડા નયા ઉદાસીન – કનખલ, હરિદ્વાર (ઉત્તરાખંડ), છે.

આઠમી સદીમાં બન્યા હતા આ અખાડા

કહેવામાં આવે છે કે આદિ શંકરાચાર્યએ આઠમી સદીમાં 13 અખાડા બનાવ્યા હતા. આજ સુધી તે અખાડા કાયમ છે. અન્ય કુંભ મેળામાં બધા અખાડા એક સાથે સ્નાન કરે છે, પણ નાસિકના કુંભમાં વૈષ્ણવ અખાડા નાસિકમાં અને શૈવ અખાડા ત્ર્યંબકેશ્વરમાં સ્નાન કરે છે. આ વ્યવસ્થા પેશવાના સમયમાં શરુ કરવામાં આવી જે ઈ.સ. 1772 થી ચાલી રહી છે.

અખાડા સાથે જોડાયેલી મહત્વની વાતો

અટલ અખાડાઃ આ અખાડામાં માત્ર બ્રામણ, ક્ષત્રીય અને વૈશ્ય દીક્ષા લઇ શકે છે અને બીજા કોઈ આ અખાડામાં આવી શકતા નથી.

અવાહન અખાડાઃ બીજા અખાડાઓમાં મહિલા સાધ્વીઓને પણ દીક્ષા આપવામાં આવે છે પણ આ અખાડામાં એવી કોઈ પરંપરા નથી.

નિરંજની અખાડાઃ આ અખાડો સૌથી વધુ શિક્ષિત અખાડો છે. આ અખાડામાં લગભગ 50 મહામંડલેશ્ચર છે.

અગ્નિ અખાડાઃ આ અખાડામાં માત્ર બ્રહ્મચારી બ્રાહ્મણ જ દિશા લઇ શકે છે. કોઈ બીજા દીક્ષા નથી લઇ શકતા.

મહાનિર્વાણી અખાડાઃ મહાકાલેશ્વર જ્યોતિર્લીંગની પૂજાની જવાબદારી આ અખાડા પાસે છે. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે.

આનંદ અખાડાઃ આ શૈવ અખાડો છે જેને આજ સુધી એક પણ મહામંડલેશ્વર નથી બનાવ્યા. આ અખાડાના આચાર્યનું પદ જ મુખ્ય હોય છે.

દિગંબર અણી અખાડાઃ આ અખાડાને વૈષ્ણવ સંપ્રદાયમાં રાજા કહેવામાં આવે છે. આ અખાડામાં સૌથી વધુ 431 ખાલસા છે.

નિર્મોહી અણી અખાડાઃ વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અણી અખાડાઓ માંથી આમાં સૌથી વધુ 9 અખાડાનો સમાવેશ થાય છે.

નિર્વાણી અણી અખાડાઃ આ અખાડામાં કુશ્તી મુખ્ય હોય છે જે તેમના જીવનનો એક ભાગ છે. આ કારણથી અખાડાના ઘણા સંત પ્રોફેશનલ પહેલવાન રહી ચુક્યા છે.

બડા ઉદાસીન અખાડાઃ આ અખાડાનો ઉદેશ્ય સેવા કરવાનો છે. આ અખાડામાં માત્ર 4 મહંત હોય છે જે ક્યારેય કામ માંથી નિવૃત્ત થતા નથી.

નયા ઉદાસીન અખાડાઃ આ અખાડામાં 8 થી 12 વર્ષ સુધીના બાળકો જેમને દાઢી મુછ ન નીકળી હોય તેમને નાગાસાધુ બનાવવામાં આવે છે.

નિર્મલ અખાડાઃ આ અખાડામાં બીજા અખાડાની જેમ ધુમ્રપાનની મંજુરી નથી. તેના વિષે અખાડામાં બધા કેન્દ્રોના ગેટ ઉપર તેની સુચના લખેલી હોય છે.