Not Set/ VIDEO : પૃથ્વી શોએ હેલિકોપ્ટર શોટ લગાવી પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની અપાવી યાદ, જુઓ

દિલ્લી, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની પોતાના હેલિકોપ્ટર શોટના કારણે દુનિયાભરમાં જાણીતા છે. ધોનીને હેલિકોપ્ટર શોટ લગાવતા અવારનવાર તમે જોયા હશે પરંતુ હવે ભારતીય અંદર-૧૯ ટીમના કેપ્ટન અને IPLની દિલ્લી ડેરડેવિલ્સ ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શોનો એક વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે જેમાં તે હેલિકોપ્ટર શોટ લગાવતા તમે જોઈ […]

Sports
dsagsgg VIDEO : પૃથ્વી શોએ હેલિકોપ્ટર શોટ લગાવી પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની અપાવી યાદ, જુઓ

દિલ્લી,

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની પોતાના હેલિકોપ્ટર શોટના કારણે દુનિયાભરમાં જાણીતા છે. ધોનીને હેલિકોપ્ટર શોટ લગાવતા અવારનવાર તમે જોયા હશે પરંતુ હવે ભારતીય અંદર-૧૯ ટીમના કેપ્ટન અને IPLની દિલ્લી ડેરડેવિલ્સ ટીમના ઓપનર બેટ્સમેન પૃથ્વી શોનો એક વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે જેમાં તે હેલિકોપ્ટર શોટ લગાવતા તમે જોઈ શકો છો.

પૃથ્વી શોએ શુક્રવારે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમાયેલી મેચ દરમિયાન ઝડપી બોલર મિચેલ જોન્સનના બોલ પર શાનદાર હેલિકોપ્ટર શોટ લગાવ્યો હતો.

ભારતીય અંદર-૧૯ ટીમના કેપ્ટન પૃથ્વી શોના IPL કેરિયરની આ બીજી મેચ હતી. આ મેચમાં શોએ ૪૪ બોલમાં ૬૨ રનની ઇનિંગ્સ રમી હતી. બીજી બાજુ પૃથ્વી શોએ IPLના ઈતિહારમાં સૌથી ઓછી વયના ખેલાડી તરીકે ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

મહત્વનું છે કે,  દિલ્લીના ફિરોજ શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન દિલ્લી ડેરડેવિલ્સ(DD)ની ટીમે ૫૫ રને શાનદાર વિજય મેળવ્યો હતો. DDની ટીમ દ્વારા આપવામાં આવેલા ૨૨૦ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ ૨૦ ઓવરમાં ૧૬૪ રન જ બનાવી શકી હતી.

DD તરફથી કોલિન મુનરોએ માત્ર ૧૮ બોલમાં ૩૩ રન બનાવી આઉટ થયો હતો. જયારે કેપ્ટન શ્રેયસ ઐયર KKRના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા માત્ર ૪૦ બોલમાં ૯૩ રનની કેપ્ટન ઇનિંગ્સના રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન ઐયરે ૧૦ ગગનચુંબી સિક્સરો પણ ફટકારી હતી.