Not Set/ મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી મામલે પંડ્યા – રાહુલ પર શિકંજો કસાવાની તૈયારી, COAએ કરી આ ભલામણ

નવી દિલ્હી, હાલમાં જ એક TV શો “કોફી વિથ કરણ”માં ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ દ્વારા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારબાદ આ ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. આ મામલે બંને ખેલાડીઓને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવ્યા બાદ હવે COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન) […]

Top Stories Trending Sports
Dwdy3SuVsAUN 5 મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી મામલે પંડ્યા - રાહુલ પર શિકંજો કસાવાની તૈયારી, COAએ કરી આ ભલામણ

નવી દિલ્હી,

હાલમાં જ એક TV શો “કોફી વિથ કરણ”માં ભારતીય ટીમના ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કે એલ રાહુલ દ્વારા મહિલાઓ પર કરાયેલી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારબાદ આ ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

આ મામલે બંને ખેલાડીઓને ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવ્યા બાદ હવે COA (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન) દ્વારા તેઓ પર ૨ – ૨ વન-ડેનો પ્રતિબંધ મુકવાની ભલામણ કરી છે. BCCIમાં નિયુક્ત COAના પ્રમુખ વિનોદ રાયે બંને ખેલાડીઓ પર પ્રતિબંધ લાગવાની વિચારણા કરી છે.

9CyS EJ મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી મામલે પંડ્યા - રાહુલ પર શિકંજો કસાવાની તૈયારી, COAએ કરી આ ભલામણ
sports-vinod-rai-recommends-two-odi-ban-hardik-pandya-and-kl-rahul-over-controversial-comments-on-women-tv-show

અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓ વહી ગયા હતા. જો કે કે એલ રાહુલ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

DwdyJYKX4AAV1Au મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી મામલે પંડ્યા - રાહુલ પર શિકંજો કસાવાની તૈયારી, COAએ કરી આ ભલામણ
sports-vinod-rai-recommends-two-odi-ban-hardik-pandya-and-kl-rahul-over-controversial-comments-on-women-tv-show

હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, “કોફી વિથ કરણ”માં પોતાની ટિપ્પણી માટે હું તે વ્યક્તિ પાસે માંફી માંગું છું જેઓને હું એ કોઈ પણ પ્રકારનું દુઃખ પહોચાડ્યું છે”.

૨૫ વર્ષીય ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું, “ઈમાનદારીથી કહું તો, હું એ શોની પ્રકૃતિ સાથે ભાવનાઓમાં વહી ગયો હતો. હું કોઈ પણ પ્રકારની ભાવનાઓનો અનાદર કરવા માંગતો ન હતો”.