મોટી દુર્ઘટના ટળી!/ ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ, ફ્લાઈટને સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી,તમામ મુસાફરો સુરક્ષિત

ફ્લાઈટને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી, આ ફ્લાઈટમાં 184 લોકો હતા

Top Stories Others India
9 25 ઈન્ડિગોના એન્જિનમાં ટેક-ઓફ પહેલા લાગી આગ, ફ્લાઈટને સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી,તમામ મુસાફરો સુરક્ષિત

દિલ્હીથી બેંગ્લોર જતી ઈન્ડિગોની ફ્લાઈટના એક એન્જિનમાં આગ લાગી જતાં તેને શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીથી બેંગલુરુ ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-2131 એ લગભગ 9:45 વાગ્યે તેનું ટેક-ઓફ રદ કર્યું હતું અને તેની ફ્લાઈટને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ફ્લાઈટમાં 184 લોકો હતા.

 ઈન્ડિગો વતી સત્તાવાર નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ નંબર 6E-2131માં ટેક્નિકલ સમસ્યા જોવા મળી હતી જે દિલ્હીથી બેંગ્લોર જતી હતી, જેના પછી તરત જ પાઈલટે ફ્લાઈટ રોકી દીધી હતી અને એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું.  વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે અને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.